Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

બનાસકાંઠાના ૧૭ વ્યક્તિ હોમ ક્વોરનટાઈન કરાયા

કોરોનાના શંકાસ્પદ લક્ષણો ન દેખાતા રાહત : વડગામમાં આઠ લોકોને ઘરમાં મુકવામાં આવ્યા : રિપોર્ટ

અમદાવાદ,તા.૧  : દિલ્હીની મસજીદમાં તબલગી મરકજ માટે ગયેલા વ્યક્તિઓ કોરોના પોઝીટીવ હોવાનો રિપોર્ટ બહાર આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ વ્યક્તિઓમાં બનાસકાંઠા જિલ્લાના પણ ૧૭ વ્યક્તિઓ ગયા હતા. જેઓ ચુપચાપ પરત આવી ગયા હોય જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આવા વ્યક્તિઓની ઓળખ કરી તેમને હોમ કોરેન્ટાઈ કરાયા છે. જોકે, આ વ્યક્તિઓમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ન જણાતાં તંત્રના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો છે. દિલ્હીની મસજીદમાં ૧૩ થી ૧૫ માર્ચ દરમિયાન  તબલગી મરકજ માટે દેશ તેમજ વિદેશના ૮૦૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા. જે પૈકી ૨૪ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ હોવાનો રિપોર્ટ બહાર આવ્યો છે. ૩૦૦થી વધુને શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે ૭ લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આવી સ્થિતિમાં દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ત્યારે દિલ્હી ગયેલા આ વ્યક્તિઓમાં બનાસકાંઠા જિલ્લાના પણ ૧૭ વ્યક્તિઓ પણ હતા. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, દિલ્હીથી આ લોકો ચુપચાપ પરત આવી ગયા હોય જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આવા વ્યક્તિઓની ઓળખ કરી તેમને હોમ કોરેન્ટાઈ કરાયા છે.

               જોકે, આ વ્યક્તિઓમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા નથી. સંક્રમિત વ્યક્તિઓથી અંતર રાખવા માટે ડિવાઇસ પાલનપુર એસ.એસ.આઇ.પીના વિધાર્થીઓ એ બનાવી કોરોનાને પગલે શંકાસ્પદ વ્યક્તઓ બીજા કોઇને ચેપ ન લાગે તે માટે ૧૪ દિવસ સુધી હોમ કોરોનટાઇનમાં  રહેવાની સુચનાઓ અપાઇ છે.આમ છતાં કેટલાક હોમકોરોનટાઇન વ્યક્તિઓે ઘરમાથી બહાર નીકળી જતા હોઇ છે.જેમના ઉપર નજર રાખી શકાઇ તે પ્રકારની ડિવાઇસ પાલનપુર એસએસઆઇપીના વિધાર્થીઓ એ બનાવી છે. સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણને લઇ ભય હેઠળ છે.સંક્રમિત વ્યક્તિઓથી અંતર રાખવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો થઇ રહયા છે.કોરોના શંકાસ્પદ વ્યક્તિઓને હોમ કોરોનટાઇનમા રહેવાની ફરજીયાત સુચનાઓ અપાઇ હોવા છતાં કેટલાક લોકો ઘરની બહાર નીકળી પડે છે.જેમના વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધવાનુ ચાલુ કર્યુ છે.ત્યારે પાલનપુર પોલીટેકનિક એસ.એસ.આઇ.પી.ના વિધાર્થીઓએ હોમકોરોનટાઇન દર્દી જો રુમની બહાર નીકળવાનો પ્રયત્ન કરશેતો ડીવાઇસમાં લાગેલી પેસીવ ઇનફ્રારેડ હીટ સેન્સર  દ્વારા ૭ મીટર સુધીમાં રહેલા વ્યક્તિઓનુ ટેમપરેચર સેન્સર કરે છે.જેના કારણે  બહાર નીકળતી વ્યક્તિઓને ટ્રેસ કરશે અને  સાઇરન ચાલુ થઇ જાય છે.અને સોસાયટીના લોકોને ખબર પડી જાય છે.

જિલ્લામાંથી ઘરમાં કેદ

પાલનપુર, તા. ૧  : દિલ્હીની જમાતમાંથી આવેલા બનાસકાંઠાના ૧૭ વ્યક્તિઓને હોમ ક્વોરનટાઈન કરાયા છે. યાદી નીચે મુજબ છે.

વિસ્તાર...................................... ઘરમાં કેદ વ્યક્તિ

પાલનપુર.......................................................... ૪

વડગામ............................................................. ૮

દાંતા................................................................. ૧

દિયોદર............................................................. ૧

કાંકરેજ.............................................................. ૧

લાખણી.............................................................. ૧

સુઈગામ............................................................ ૧

(9:48 pm IST)