Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

નિઝમુદ્દીનથી આવેલ ચાર સહીત તેના પરિવારના 17 લોકોને રાજપીપળામાં કોરેન્ટાઇન કરી લેવાયા

આયુર્વેદિક હોસ્પિટલની બોઇઝ હોસ્ટેલ ખાતે ફેસિલિટી કોરોન્ટાઈનમાં મુકાયા

રાજપીપળા:દિલ્હીના નિઝામુદ્દીનમાં તબગીલી જમાતના કાર્યક્રમમા ગયેલ ચાર વ્યક્તિ સહીત તેના પરિવાર સાથે કુલ 17 જેટલા લોકોને રાજપીપળાની આયુર્વેદિક હોસ્પિટલની બોઇઝ હોસ્ટેલ ખાતે ફેસિલિટી કોરોન્ટાઈનમાં મુકવામાં આવ્યા હતા

 કેન્દ્ર સરકારે નિઝામુદીનને હોટસ્પોટ જાહેર કર્યું છે. દિલ્હીથી નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર પર પણ એક લિસ્ટ આવ્યું હતું.જેમાં જે વખતે તબલીઘી જમાતનો પ્રશ્ન બન્યો ત્યારે આ પાંચેય વ્યક્તિના મોબાઈલનું લોકેશન નિઝામુદીનમાં બતાવતું હતું.
 આ 5 વ્યક્તિઓમાં 2 લઘુમતી કોમના છે અને બીજા 3 હિન્દૂ કોમ્યુનિટીના છે. જેમાંથી 2 લઘુમતી કોમના વ્યક્તિ માંથી 1 વ્યક્તિ હાલ પંજાબ છે જેને ત્યાં જ કોરોન્ટાઈન કરવામાં આવ્યો છે. જયારે 4 વ્યક્તિઓ સહીત તેમાં પરિવાર સાથે કુલ 17 જેટલા લોકોને રાજપીપળાની આયુર્વેદિક હોસ્પિટલની બોઇઝ હોસ્ટેલ ખાતે ફેસિલિટી કોરોન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. હાલ આ તમામને 14 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે જો કોઈના રિપોર્ટ નેગેટિવ આવશે તો તેમને ઘરે જવાની પરમિશન આપવામાં આવશે.

(9:09 pm IST)