Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

તબલીગી જમાતના કાર્યક્રમમાંથી આવેલા લોકોનું સ્ક્રીનિંગ કેમ ના થયું : રાજ્યમાં પ્રવેશ કેમ આપ્યો ? હાઇકોર્ટનો સવાલ

ધાર્મિક સ્થળો પર જમાવડો નહીં થાય તેવી ખાતરી છતાં કેમ જમાવડો થયો. ?

અમદાવાદ : રાજ્યમાં તબ્લિક જમાતના ધાર્મિક કાર્યક્રમમાંથી આવેલા લોકોને લઈ પણ મામલો ગરમાયો છે. ગુજરાતમાંથી નિઝામુદ્દીનમાં તબ્લિક જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ગયેલા લોકો અંગે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કરી છે.

 હાઈકોર્ટે ધાર્મિક સ્થળો પરના જમાવડા બંધ કરવા સરકારને આદેશ કર્યો છે. તેમજ હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો કે કેટલા લોકો ગુજરાતમાં આવ્યા આવ્યા અને તેમને કેમ પ્રવેશ આપ્યો તે અંગે ખુલાસો કરવા કહ્યું છે. આવા લોકોનું ગુજરાતમાં સ્કેનિંગ કેમ ન થયું. ધાર્મિક સ્થળો પર જમાવડો નહીં થાય તેવી ખાતરી છતાં કેમ જમાવડો થયો.

(9:02 pm IST)
  • આણંદ પંથકના ૧૩૦ મુસ્લિમ ભાવિકો તબ્લીગી જમાતના કાર્યક્રમમાં દિલ્હી ગયા હતા : દિલ્હીના પાંચ માળાના મરકઝ બિલ્ડીંગમાં (નિઝામુદ્દીન વિસ્તારમાં) દિવસો સુધી યોજાયેલ કાર્યક્રમમાં દેશના લગભગ તમામ ભાગોમાંથી તબ્લીગી મુસ્લિમોએ હાજરી આપેલઃ આમ અચાનક અણુ બોંબ વિસ્ફોટની જેમ દેશના ખૂણે ખૂણે કોરોના પહોંચી ગયો છેઃ ત્યારે ગુજરાતમાં પણ અનેક શહેરોમાંથી આ સંમેલનમાં હાજરી આપવા તબ્લીગી મુસ્લિમો ગયાનું બહાર આવેલ છેઃ મળતી વિગતો મુજબ આણંદ પંથકમાંથી ૧૩૦ લોકો દિલ્હીના આ કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલ તેમની ખેડા કલેકટર અને પોલિસતંત્ર રાતોરાત તપાસમાં લાગી ગયેલ છે access_time 11:33 am IST

  • કોરોના વાયરસનો હાહાકાર : છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 748, ઇટાલીમાં 837, સ્પેનમાં 748, જર્મનીમાં 130, ફ્રાન્સમાં 499 લોકોનાં મોત access_time 10:17 am IST

  • મહારાષ્ટ્ર : કોરોનાના ૧૮ નવા કેસઃ ૧રના મોતઃ દર્દી સતત વધી રહ્યા છે access_time 11:41 am IST