Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાજ્યમાં કોરોના પોઝિટિવના વધુ 13 નવા કેસ નોંધાયા :કુલ દર્દીની સંખ્યા 87એ પહોંચી

અમદાવાદ : રાજ્યમાં આજે સવારે અમદાવાદમાં જ કોરોનાના 8 નવા કેસ સામે આવ્યા હતા. જો કે બપોર બાદ પોરબંદરમાં બે, પંચમહાલમાં એક અને સુરતમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.

 આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે એક જ દિવસમાં કોરોનાના 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બી.જે. મેડિકલમાં સારવાર લઈ રહેલા એક મહિલા દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. એક જ દિવસમાં 13 નવા દર્દીઓ નોંધાતા જ રાજ્યમાં કુલ દર્દી 87 થઈ ગયા છે. આ 87 દર્દીમાંથી 6 લોકોના મોત થઈ ગયા છે.

(9:01 pm IST)