Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોનાને રોકવા જંગ જારી

૬૭ દર્દી સ્થિત, ત્રણ વેન્ટીલેટર પર, છને રજા

અમદાવાદ, તા. ૧ : ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે અને આંકડો ચિંતાજનકરીતે વધી રહ્યો છે. આજે અમદાવાદમાં નવા છ કેસ સાથે આઠથી વધુ નવા પોઝિટિવ કેસો સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ કેસોની સંખ્યા ઝડપથી વધીને ૮૬ ઉપર પહોંચી છે. કેટલાક સેમ્પલોના ટેસ્ટ પરિણામ  આવ્યા નથી. બીજી બાજુ નિઝામુદ્દીન વિસ્તારની મુલાકાત લઇને આવેલા લોકોની યાદી પણ કેન્દ્ર સરકાર તરફથી આપી દેવામાં આવી છે. ચિત્ર નીચે મુજબ છે.

ગુજરાતમાં હજુ સુધી સેમ્પલોનું ટેસ્ટિંગ.................................................... ૧૫૮૬

સેમ્પલના ટેસ્ટ નેગેટિવ આવ્યા............................................................... ૧૫૦૧

સેમ્પલના ટેસ્ટ હજુ સુધી પોઝિટિવ આવ્યા.................................................... ૮૬

સેમ્પલના ટેસ્ટના પરિણામ બાકી.................................................................. ૦૩

ગુજરાતમાં કુલ મોત................................................................................... ૦૬

ગુજરાતમાં સૌથી વધુ કેસ ...................................................... અમદાવાદ (૩૧)

આરોગ્ય કર્મીઓની નિવૃત્તિ વય કરાઈ...................................... ૩૧મી મે ૨૦૨૦

૧૧૦૦ હેલ્પલાઈન પર કોલ મળ્યા............................................................ ૩૬૬

રાજકોટમાં પોઝિટિવ કેસ રહ્યા...................................................................... ૧૦

ગાંધીનગરમાં પોઝિટિવ કેસ રહ્યા................................................................. ૧૧

વડોદરામાં પોઝિટિવ કેસ રહ્યા..................................................................... ૦૯

ભાવનગરમાં પોઝિટિવ કેસ રહ્યા.................................................................. ૦૬

ગીરસોમનાથમાં પોઝિટિવ કેસ.................................................................... ૦૨

કચ્છમાં પોઝિટિવ કેસ................................................................................. ૦૧

મહેસાણામાં પોઝિટિવ કેસ........................................................................... ૦૧

પોરબંદરમાં પોઝિટિવ કેસ........................................................................... ૦૧

હાલ વેન્ટીલેટર પર રહેલા દર્દી..................................................................... ૦૩

સ્થિર સ્થિતિમાં રહેલા દર્દીઓ....................................................................... ૬૭

દર્દીઓ સ્વસ્થ થતાં રજા મળી...................................................................... ૦૬

એન-૯૫ માસ્કનો જથ્થો ઉપલબ્ધ..................................................... ૯.૭૫ લાખ

પીપીઇ કિટનો જથ્થો ઉપલબ્ધ......................................................... ૩.૫૮ લાખ

ત્રિપલ લેયર માસ્કનો જથ્થો ઉપલબ્ધ.............................................. ૧.૨૩ કરોડ

વેન્ટીલેટર ખરીદીના આદેશો...................................................................... ૧૫૦

(8:43 pm IST)