Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકડાઉન માં મફત અનાજ લેવા રાફડો ફાટ્યો:.સર્વર સ્લો ચાલતા દુકાનદારો મુકાયા મુશ્કેલીમાં: સોસિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા

રાજપીપળા સસ્તા અનાજની દુકાનોમાં અનાજનું વિતરણ : જોકે મોટાભાગની દુકાનોમાં સોસિયલ ડિસ્ટન્સ નો અમલ ન જળવાયો

( ભરત  શાહ દ્વારા) - રાજપીપળા : લોકડાઉન સમયે ગરીબ લોકોને મજૂરી કે અન્ય કામ બંધ હોય સરકારે રેશનકાર્ડ પર મફત અનાજ ની જાહેરાત કરી અને આજ થી વિતરણ શરૂ થયું જોકે ઓનલાઇન કે ઓફલાઈન અનાજ આપવા સૂચના હતી તેવા સંજોગોમાં પહેલાજ દિવસે અનાજ વિતરણ સમયે ઓનલાઇન માટે સર્વર ધીમું ચલતા લાંબી કતારો ને કેમ પહોંચી વળવું એ સમસ્યા દુકાનદારો માટે ઉભી થઇ જ્યારે ઓફલાઈન અનાજ આપે તો મસમોટું ફોર્મ ભરવું પડતું હોય તેમાં પણ કલાકો નીકળી જાય તેમ છતાં દુકાનદારો એ સંયમ જાળવી અનાજ આપ્યું .

  જોકે કોરોના ના ડર ના કારણે દુકાન બહાર લાગેલી લાંબી લાઈનો માં સોસિયલ ડિસ્ટન્સ જાળવવા સૂચના હોય દરેક દૂકનાદારો એ દુકાન બહાર વર્તુળ દોરી ગ્રાહકોને સૂચના આપી સાથે દરેક દુકાન પર એક પોલીસનો વ્યક્તિ જીઆરડી પણ ઉભો રખાયો છતાં મોટાભાગનું દુકાનો પર સોસિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા કેમ કે ગ્રાહકો અનાજ નહિ મળે ખલાસ થઈ જશે તેવી ઉતાવળ માં એક બીજા ને અડીનેજ ઉભેલા જોવા મળ્યા હતા.જોકે અમુક દુકાનો પર સોસિયલ ડિસ્ટન્સનું યોગ્ય પાલન થયું હતું.
નાંદોદ મામલતદાર ડી.કે પરમારને આ બાબતે પૂછતાં તેમને સ્વીકાર્યું કે સોસિયલ ડિસ્ટન્સ બાબતે મને ફરિયાદ મળી એ બાબતે મેં કાર્યવાહી કરી છે અને સર્વર પણ આજે ધીમું હોય ઓફલાઈન માં આખું ફોર્મ ભરતા વધુ સમય જતો હોય માટે મેં દુકાનદારો ને સૂચના આપી કે હાલ અમુક વિગત ભરી અનાજ આપો ગ્રાહકોની બહુ ભીડ ન કરો ફોર્મ માં બાકી રહેલી વિગતો પછી ભરજો.

(7:02 pm IST)