Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

આણંદ નજીક ચિખોદરામાં રાત્રીના સુમારે પ્રેમ સંબંધ બાબતે ભાઈએ આપેલ ઠપકાનું લાગી આવતા બહેને ફિનાઈલ ગટગટાવ્યું

આણંદ: નજીક આવેલા ચિખોદરા ગામની સીમમાં ગઈકાલે રાત્રીના સુમારે બહેનને પ્રેમ અંગે ઠપકો આપતાં તેણીએ ફીનાઈલ પી લઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પ્રેમીને ઠપકો આપવા જતાં તેણે ગમે તેવી ગાળો બોલીને પાવડાના દસ્તાથી માર મારતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ચિખોદરા સીમમાં આવેલા રામદેવનગરમાં રહેતા ફરિયાદી સુનિલભાઈ રાજુભાઈ માવીની બહેન કોઈની સાથે ફોન પર વાત કરતી હતી જેથી સુનીલભાઈને શંકા જતાં તેણે તપાસ કરતાં તેની બહેન શીતલ નજીકમાં જ રહેતા નીતિનભાઈ અશોકભાઈ વાઘેલા સાથે પ્રેમાલાપ કરતી હોવાનું જાણવા મળ્યું હતુ.

(5:35 pm IST)