Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મોડાસા તાલુકાના આસપાસના ગામડામાં દારૂનો નશો કરી બીભત્સ વર્તન કરવાની ફરિયાદથી પોલીસે તપાસ હાથ ધરી

મોડાસા:તાલુકા વિસ્તારના કેટલાક ગામોમાં કેટલીક બેવડાઓ દારૂ ઢેંચી ગામ વચ્ચે જ બિભત્સ વર્તન કરતા હોવાની ચકચારી ફરીયાદને પગલે મોડાસા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે.જયારે ગ્રામ્ય વિસ્તારો સહિત અન્ય સ્થળોએ હજુ ગંભીરપણે લોકડાઉનની અમલવારી કેટલાક લોકો કરતા ન હોવાની વ્યાપક ફરીયાદ પણ ઉઠી છે.

વહીવટી તંત્ર દ્વારા આ લોકડાઉન ની અમલવારી માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાયુંછે.ત્યારે મોડાસા તાલુકાના એક ગામમાં કેટલાક બેવડાઓ દારૂ ઢેંચી ગામ વચ્ચે બિભત્સ વર્તન કરતા હોવાની ફરીયાદ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને કરાઈ હતી.નામ ન આપવાની શરતે કરાયેલા આ ફરીયાદ બાદ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોબેશન ડીવાયએસપી ઈશ્વર પરમારે જરૂરી તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.જયારે શહેર કે નગરની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનું કડક પાલન ન થતુ હોવાની વ્યાપક ફરીયાદ પણ ઉઠી છે. ગામડાઓમાં દૂધ મંડળીમાં દૂધ ભરાવતી વખતે તેમજ જરૂરતમંદો,નીરાધરો કે શ્રમિકોને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડવા યોજાતા સેવાકાર્યોમાં પણ જરૂરી સોશીયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવી માંગ ઉઠી હતી.

(5:32 pm IST)