Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સુરતમાં વિદેશથી પ્રવાસ કરી આવેલ 208 સેલ્ફ ડીક્લેરેશન ન કરનારને પાલિકાની અંતિમ નોટિસ:કરવામાં આવશે પાસપોર્ટ રદ

સુરત:15 ફેબ્રુઆરી પછી વિદેશ પ્રવાસ કરી આવેલા જિલ્લાના 44 અને સુરત શહેરમાં 208 લોકોની માહિતી હજી મળતી નથી. કોરાનાની સ્થિતિ બાદ સુરત મ્યુનિ. તંત્રે વિદેશ પ્રવાસ જઈ આવેલાને સેલ્ફ ડેકલેરેશન અથવા હેલ્પ લાઈન પર જાણ કરવા માટે અપીલ કરી છે પરંતુ હજી 208 લોકો એવા છે જેઓની માહિતી મળી નથી. તેથી મ્યુનિ. તંત્રએ આજે 208 લોકોની યાદી જાહેર કરીને આખરી નોટીસ આપી છે.

મ્યુનિ. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે જો આ લોકો સેલ્ફ ડેકલેરેશન કે ટોલ ફ્રી નંબર પર જાણ ન કરે તો તે તમામ વ્યકિતના પાસપોર્ટ  રદ્દ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

વિદેશ પ્રવાસથી આવેલા અનેકને કોરોના જાહેર થયાં બાદ તેમના સંપર્કમાં આવનારા લોકોને પણ કોરોના થયો છે. સુરત મ્યુનિ.એ 15 ફેબ્રુઆરી પછી વિદેશ પ્રવાસ કરીને સુરત આવેલા લોકોને મ્યુનિ. તંત્રને જાણ કરીને કોરોન્ટાઈનમાં રહેવા માટે અપીલ કરી છે. 

(5:31 pm IST)