Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સુરતના ડિંડોલીમાં લોકડાઉનની આડમાં સ્ટ્રીટલાઇટના અંજવાળામાં હારજીતનો જુગાર રમનાર 6શકુનિઓની ધરપકડ કરવામાં આવી

સુરત:લોકડાઉન હોવાથી ડીંડોલી પ્રિયંકા સોસાયટી વિભાગ 2 બુધ્ધ મંદીર પાસે સ્ટ્રીટલાઇટના અજવાળામાં જુગાર રમવા બેસેલા 6 સ્થાનિક રહીશોને ડિંડોલી પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.2910 કબ્જે કરી જુગારધારાની કલમ ઉપરાંત લોકડાઉનનો ભંગનો પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ડિંડોલી પોલીસ ગતરાત્રે લોકડાઉનની સ્થિતિને પગલે પેટ્રોલીંગમાં હતી ત્યારે મોડી સાંજે 7.30 વાગ્યાના અરસામાં પ્રિયંકા સોસાયટી વિભાગ 2 બુધ્ધ મંદીર પાસે સ્ટ્રીટલાઇટના અજવાળામાં કેટલાક લોકો જુગાર રમતા હોય ત્યાં છાપો માર્યો હતો. પોલીસે સ્ટ્રીટ લાઈટના અજવાળામાં જાહેરમાં જુગાર રમતા 6 સ્થાનિકો - દિપકભાઇ જગન્નાથ સદાશિવ ( ઉ.વ.48 ) ( રહે. પ્લોટનં.301, પ્રિયંકા ટાઉનશીપ વિભાગ 2, ડીંડોલી, સુરત ), મનોજ જૈસીંગ પરદેશી ( ઉ.વ.45 ) ( રહે. પ્લોટનં. 286, પ્રિયંકા ટાઉનશીપ 2, ડીંડોલી, સુરત ), આનંદસીંગ કનૈયાસીંગ રાજપુત ( ઉ.વ.42 ) ( રહે. પ્લોટનં. 210, પ્રિયંકા ટાઉનશીપ વિભાગ 2, ડીંડોલી, સુરત ), રમેશ પરષુરામ સૈંદાણે ( ઉ.વ.36 ) ( રહે. પ્લોટનં. 282, પ્રિયંકા ટાઉનશીપ વિભાગ 2, ડીંડોલી, સુરત ), અમુતભાઇ ગીરધરભાઇ બાવિષ્કર ( ઉ.વ.52 ) ( રહે. પ્લોટનં.131, સહજાનંદ સોસાયટી, ડીંડોલી, સુરત ) અને શ્યામભાઇ બાબુરાવ ખૈરનાર ( ઉ.વ.40 ) ( રહે. પ્લોટનં.144, પ્રિયંકા ટાઉનશીપ વિભાગ 2, ડીંડોલી, સુરત ) ને ઝડપી લીધા હતા.

(5:29 pm IST)