Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

જ્યાંથી કોરોનાના વધુ દર્દીઓ મળે તે વિસ્તાર વિશેષ સંવેદનશીલઃ જડબેસલાક બંધ કરાવાશે

લોકડાઉનથી આગળનુ એક પગલુ કલ્સ્ટર કન્ટેઈનમેન્ટ

રાજકોટ, તા. ૧ :. રાજ્ય સરકારે જે વિસ્તારમાંથી વધુ દર્દીઓ મળે તે વિસ્તારને કલ્સ્ટર કન્ટેઈનમેન્ટ ગણી કર્ફયુ જેવી સ્થિતિમાં મુકવાનો નિર્ણય કર્યાનું જાણવા મળે છે. હાલ દેશવ્યાપી લોકડાઉનની પરિસ્થિતિ છે. અમદાવાદ જેવા શહેરોમાં કોરોના પોઝીટીવના દર્દીઓ વધતા જાય છે. જે શહેર કે ગામના જે એરીયામાંથી કોરોનાના વધુ દર્દીઓ મળે ત્યાં ચેપ અટકાવવા તેને વિશેષ સંવેદનશીલ ગણી કલ્સ્ટર કન્ટેઈનમેન્ટમાં મુકાશે.

કલ્સ્ટર કન્ટેઈનમેન્ટ તે લોકડાઉન કરતા આકરૂ પગલુ છે. લોકડાઉનમાં આવશ્યક ચીજવસ્તુઓ માટે વ્યાજબી કારણથી બહાર નીકળવાની છૂટ હોય છે. કલ્સ્ટર કન્ટેઈનમેન્ટનો અમલ જુજ કિસ્સામાં જ થતો હોવાથી જ્યાંથી દર્દીઓ મળ્યા હોય તેની આસપાસના રહેણાંક વિસ્તારને અમુક સમય સુધી જડબેસલાક રીતે બંધ કરી દેવાની જોગવાઈ છે. આવા વિસ્તારના લોકોને અનિવાર્ય સંજોગો સિવાય બહાર નીકળવાની છૂટ હોતી નથી.

(4:01 pm IST)