Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં વિડીયો કોન્ફરન્સથી કેબીનેટ બેઠક

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી રાજયના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજય મંત્રીમંડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ પોલીસ મહા નિર્દેશક તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજા હિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટ ના આવે તેવા ઉદાત ભાવથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટનો આ પ્રયોગ દેશભરમાં પ્રથમ વાર ગુજરાતે કર્યાનું જણાવાયુ છે.

(3:43 pm IST)