Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકડાઉન વચ્ચે રાજ્યમાં અનાજ વિતરણમાં અફરાતફરી : સોશ્યલ ડીસ્ટન્સના લિરા ઉડ્યા

અમદાવાદમાં અનાજની ક્વોલિટિ જોઇ કાર્ડધારકો રોષે ભરાયાં

ગુજરાતમાં એક તરફ કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આજથી મફત અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે સરકારના આ કાર્યક્રમમાં કોઇપણ જગ્યાએ કોરોનાને લઇને સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું નહોતું. મફત અનાજના વિતરણમાં રાજ્યમાં ચોતરફ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો

  કોરોના વાયરસના સંકટ વચ્ચે રાજ્યમાં આજે સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનાજની ક્વોલિટી જોઇ કાર્ડધારકો રોષે ભરાયા છે. પશુ ન ખાય તેવા અનાજનું વિતરણ કરાઇ રહ્યું છે. દાળ અને ઘઉં ખુબજ ખરાબ ક્વોલિટીના જોવા મળી રહ્યાં છે. સડી ગયેલા ઘઉં અને દાળ લેવા લોકો મજબુર બન્યા છે. વર્ષોથી પડી રહેલા ઘઉંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

(12:28 pm IST)