Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

જાત મહેનત ઝીંદાબાદ... વેપારીએ જાતે જ બંને દિકરાનો 'ટકો' કર્યો

લોકડાઉનના કારણે તમામ સલુન બંધ છે. ત્યારે વધેલા વાળને દૂર કરવા માટે અમદાવાદના એક બિઝનેસમેનએ જોરદાર ઉપાય શોધી કાઢ્યો. તેમણે જાતે જ રેઝરથી બંને દિકરાના અને પોતાના માથાના વાળ દૂર કરી દીધા. એલ્યુમિનીયમન ફ્રેમ વર્કનો બિઝનેસ કરતા આ વેપારીના કહેવા મુજબ બંને દિકરાના વાળ લાંબા થઇ ગયા હતાં અને કાપવા પડે તેમ હતાં. જૂન પછી સ્કૂલ ખુલવાની છે અને ત્યાં સુધીમાં તો વાળ ફરીથી આવી જશે. ઘરે વાળ કાપવા નિષ્ણાંત થવું પડે પરંતુ માથાના વાળ સાવ કાઢી નાખવાનું નક્કી કર્યું અને એ વિકલ્પ અપનાવ્યો. માત્ર એક કલાકમાં જ બંને દિકરાના ટકા થઇ ગયા. લોકડાઉન પૂરૂ થશે કે તરત જ સલુનમાં લાંબી લાઇન લાગશે તેથી ઘરે જ આ કામ નિપટાવી ફુરસદનો ઉપયોગ કર્યો.

(11:57 am IST)