Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમદાવાદમાં કોરોનાનાં વધુ 8 કેસ સાથે કુલ 31 કેસ : રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 82 એ પહોંચી

અમદાવાદઃ શહેરમાં કોરોના વાઇરસના વધુ 8 કેસ સામે આવ્યાં છે, જેથી અમદાવાદમાં કુલ 31 લોકો કોરોના પોઝિટિવ બન્યાં છે, રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 82 પર પહોંચી ગઇ છે, કુલ 6 લોકોનાં કોરોનાથી મોત થઇ ગયા છે, ચાર લોકો રિકવર થયા છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં આંતરિક ચેપ લાગવાથી કોરોના વધુ પ્રસર્યો છે, અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગરમાં કોરોના ખતરનાક બની રહ્યો છે, અહી અનેક લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે, જે વિસ્તારમાં કોરોનાના કેસ છે, તે વિસ્તારમાં સેનેટાઇઝર કરવામાં આવે છે, વિદેશથી આવેલા 31 લોકોને કોરોના પોઝિટિવ છે અને બાકીના લોકો ચેપને કારણે કોરોનાગ્રસ્ત થયા છે. એટલે કે એકબીજાના સંપર્કને કારણે વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

(11:01 am IST)