Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

થરાદની ધરણીધર હોસ્પિટલમાં ઈમરજન્સી સારવારના દર્દીઓના કેશની ફી માફ કરાઇ

થરાદ :કોરોના વાયરસની મહામારીના સમયગાળામાં થરાદની ધરણીધર હોસ્પિટલ ખાતે ઈમરજન્સી સારવાર અર્થે ખસેડાતા દર્દીઓની ફી માફ કરવામાં આવી છે. ભારત સરકારના આદેશાનુસાર 22મી માર્ચ 2020 થી ખાનગી હોસ્પિટલોમાં નિયમિત ૦૩૩ દર્દીઓને તપાસવાની કામગીરી બંધ કરી ઈમરજન્સી જરૂરીયાત મંદ દર્દીઓને માટે તાત્કાલિક સારવાર કરાશે.

બિમારીથી પીડિત જરૂરિયાત મંદ દર્દીને સારવાર અર્થે ખસેડાસે તો કેશ ફી માફ કરવાનો નિર્ણય લઈ ઉત્કૃષ્ટ સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જોકે લકવાની બિમારી ધરાવતા થરાદના ભાપી ગામની વૃદ્ધ મહિલાની સારવાર અર્થે તેમના પરિવારજનો સોમવારના રોજ ધરણીધર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, ત્યારે તબીબ રામક્રિષ્ના મોદી તાબડતોબ રીતે લકવાની ગંભીર બિમારી ધરાવતા વૃદ્ધ મહિલાની આરોગ્ય ચકાસણી નિ: શુલ્કમાં કરી તબીબે દયાભાવની સાથે સેવા પરમો ધર્મને અપનાવતાં માનવતા દર્શાવી હતી.

(8:46 am IST)