Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સુરતમાં હોમ ક્વોરોન્ટાઇનનો ભંગ બદલ 25 હજારનો દંડ ફટાકરાયોઃ

અત્યાર સુધીમાં કુલ 6 વ્યક્તિઓને દંડ કરાયો

સુરતઃ કોરોના વાઇરસ સામે જંગ લડવા માટે સુરત મહાનગરપાલિકાએ આશરે 4 હજારથી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખ્યા છે. જે તમામને ઘરથી 10 મીટરની અંદર જ રહેવાની સૂચના આપવામાં આવે છે. જો કોઇ વ્યક્તિ 10 મીટરથી વધુ દૂર જાય તો મહાનગરપાલિકાને ખ્યાલ આવી જાય છે. કારણ કે મહાનગરપાલિકએ એપ બનાવી છે. જે એપ્લિકેશન જે તે વ્યક્તિના મોબાઇલમાં ડાઉન લોડ કરી દેવામાં આવે છે. જેના આધારે મોનેટરિંગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આવી પાંચ વ્યક્તિને દંડ કરવામાં આવ્યો છે. આજે મંગળવારે વધુ એકને રૂ. 25 હાજરનો દંડ કરવામાં આવ્યો છે.

(10:10 pm IST)
  • ટી-૨૦ વર્લ્ડકપ મુલત્વી રહે તો આઈપીએલ ઓકટોબર-નવેમ્બરમાં રમાડી શકાયઃ બીસીસીઆઈ : આઈપીએલ રમાડવો કે નહિં એ અંગે બીસીસીઆઈએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથીઃ જો કે ટી-૨૦ વર્લ્ડકપ જો પોસ્ટપોન્ડ કરવામાં આવે તો આઈપીએલ રમાડી શકાયઃ વર્લ્ડ ટી-૨૦ મુલત્વી રાખવી એ પણ પડકાર ગણાશે કારણ કે જો આ ટૂર્નામેન્ટ રદ થાય તો ૨૦૨૨માં રમાડી શકાય access_time 3:58 pm IST

  • ભારતમાં તબલીગી જમાત કાર્યકરોની વિગતો તમામ રાજ્યો સાથે શેર કરાઈ : તમામ રાજ્યોના ડીજીપીને પત્ર પાઠવાયા access_time 12:11 am IST

  • મુળ ભારતીય ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ વિચારી જુઓઃ હાઈકોર્ટનો હુકમ : કોવિડ-૧૯ / કોરોના પોઝીટીવની સારવાર માટે ભારતીય પરંપરાગત દવા પદ્ધતિઓ (જેમ કે આયુર્વેદ વિગેરે)ના ઉપયોગ અંગે તપાસી જવા મદ્રાસ હાઈકોર્ટે સરકારી કમીટીઓને આદેશ આપ્યો છે access_time 3:32 pm IST