Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

વકીલો દંડ સાથે વેલ્‍ફેર રીન્‍યુઅલ ફી નહિ ભરે તેને મૃત્‍યુ સહાય મળશે નહિઃ સભ્‍યપદ પણ રદ્દ થઈ જશે

ગુજરાત બાર કાઉન્‍સીલનો નિર્ણયઃ નિયમોનું પાલન નહિ કરનારને નોટીસ અપાશે

અમદાવાદ, તા. ૧ :. બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી દિપેન કે. દવે, વાઈસ ચેરમેન પ્રવિણ ડી. પટેલ, એકઝીકયુટીવ કમિટીના ચેરમેન કરણસિંહ બી. વાઘેલા તથા શિસ્‍ત કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લા એક સંયુકત અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડ એકટ હેઠળ સભ્‍ય બનનાર ગુજરાતના કોઈપણ ધારાશાસ્‍ત્રીના મૃત્‍યુ બાદ તેના વારસદારને તા. ૧-૪-૨૦૧૯થી રૂા. ૩,૫૦,૦૦૦ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અનુસંધાને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની સામાન્‍ય સભામાં વેલ્‍ફેર ફંડના સભ્‍યએ વાર્ષિક રીન્‍યુઅલ ફી રૂા. ૧,૫૦૦ તા. ૩૦-૩-૨૦૧૯ સુધી ભરવાનો આદેશ આપેલ. તેમ છતાં હજુ કેટલાક ધારાશાસ્‍ત્રીઓ આ સ્‍કીમની રીન્‍યુઅલ ફી ભરી શકેલ નથી તેવા ધારાશાસ્‍ત્રીઓને તા. ૧-૪-૨૦૧૯થી ત્રણ માસ સુધી રૂા. ૨૫૦ દંડનીય રકમ સાથે વેલ્‍ફેર ફંડની રીન્‍યુઅલ ફી ભરી શકશે અને તેમ છતાં કોઈપણ ધારાશાસ્‍ત્રી ત્રણ માસ બાદ પણ વેલ્‍ફેર ફંડની રીન્‍યુઅલ ફી ભરશે નહિ તેવા ધારાશાસ્‍ત્રીને ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડ એકટ એકટ હેઠળ શો-કોઝ (કારણદર્શક) નોટીસ આપી તેમનું સભ્‍યપદ રદ કરવામાં આવશે અને ત્‍યાર બાદ વેલ્‍ફેર ફંડની વાર્ષિક રીન્‍યુઅલ ફી નહિ ભરનાર ધારાશાસ્‍ત્રીના વારસદાર મૃત્‍યુસહાય મેળવવા હકદાર રહેશે નહિં.

 વધુમાં જણાવવામાં આવે છે કે, ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડ એકટ ૧૯૯૧ ની કલમ-૧૬ અનુસાર ગુજરાતની કોઇપણ તાલુકા અને જિલ્લાની અદાલતોમાં કે, ટ્રીબ્‍યુનલમાં પ્રેકટીસ કરતા દરેક ધારાશાષાીઓએ વેલ્‍ફેર ફંડના સભ્‍ય બનેલા હોય અથવા ન બનેલા હોય તેવા તમામ ધરાશાષાીઓએ દરેક વકીલાતનામા પર તેમજ એપીયરન્‍સ મેમો પર વેલ્‍ફેર ફંડની ટીકીટ લગાડવી ફરજીયાત છે, અને આ બાબતને ગુજરાત હાઇકોર્ટ તેમજ તમામ તાલુકા અને જિલ્લાની અદાલતને ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડની ટીકીટ સિવાય કોઇપણ ધારાશાષાીનું વકીલાતનામુ અથવા એપીયરન્‍સ મેમો સ્‍વીકારવું નહીં, તે બાબતની જાણ કરવામાં આવશે. તેમજ જે બાર એસોસિએશને ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડ હેઠળ બાર કાઉન્‍સિલ ઓય ગુજરાતમાંથી રજીસ્‍ટ્રેશન મેળવ્‍યા બાદ વેલ્‍ફેર ફંડ એકટના નિયમોનું પાલન નહીં કરનાર તમામ બાર એસોસિએશનને કારણદર્શક નોટીશ આપવાનો ઠરાવ કરેલ છે.

એડવોકેટ દિલીપભાઇ કે. પટેલ, મેમ્‍બર બી.સી.આઇ., નલીન ડી. પટેલ, ભરત વી. ભગત, કિશોરકુમાર આર. ત્રિવેદી, હિતેશ જે. પટેલ, શંકરજી એસ. ગોહિલ, હિરાભાઇ એસ. પટેલ, પરેશ આર. જાની, સી.કે. પટેલ, વિજય એચ. પટેલ, બમેશચંદ્ર જી. શાહ, રમેશચંદ્ર એન. પટેલ, જીતેન્‍દ્ર બી. ગોળવાલા, અનિરૂધ્‍ધસિંહ એચ. ઝાલા, મુકેશ સી. કામદાર, અફઝલખાન એચ.પઠાણ, રણજીતસિંહ એ. રાઠોડ, ગુલાબખાન એમ. પઠાણ નાઓએ સભામાં હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો

(3:32 pm IST)