Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

ગાંધીનગર: ગુજરાત એસટી નિગમ કર્મચારીઓની છટણી કરવા સાથે સાથે મરામતની કામગીરી માટે જુદા જુદા વિભાગોમાં ર૮ર૮ મિકનીક ટ્રેડના ઉમેદવારીની તાલીમાર્થીએ એપ્રેન્‍ટિસની ભરતી કરશે

ગાંધીનગર: ગુજરાત એસ.ટી. નિગમ કર્મચારીઓની છટણી કરવા સાથે સાથે વાહનોની મરામત કામગીરી માટે જુદા જુદા વિભાગોમાં ર૮ર૮ મિકેનીક ટ્રેડના ઉમેદવારોની તાલીમાર્થી એપ્રેન્‍ટીસ તરીકે ભરતી કરશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમના જુદા-જુદા વિભાગો ખાતે ૧૬ વિભાગીય વર્કશોપ આવેલા છે. તેમાં ૧૨૫ ડેપોના માધ્યમથી આશરે ,૦૦૦ હજાર જેટલી બસોનું ૪૦ હજાર જેટલા કર્મચારીઓના માધ્યમથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. એસટી નિગમ દ્વારા એક તરફ કર્મચારીઓની છટણી કરવા સાથે રાજ્ય સરકારે નવી એસટી બસોની ખરીદી માટે છેલ્લા બે વર્ષમાં ત્રણેકવાર નાણાની ફાળવણી કરી છે, એસટી નિગમે નવી બસો ખરીદવાના બદલે ૭૦૦ જેટલી એસટી બસો ભાડે રાખવાનો નિર્ણય કર્યો છે. તેવા સંજોગો વચ્ચે ૨૮૨૮ જેટલાં જુદા-જુદા મિકેનીક ટ્રેડના ઉમેદવારોની તાલીમાર્થી એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત એસ. ટી. નિગમના વાહનોના રોજિંદા મેઇન્ટેનન્સની તેમજ વાહનોના રીપેરીંગ અને મરામતની કામગીરી માટે જુદા-જુદા મીકેનીક ટ્રેડના ઉમેદવારોને તાલીમાર્થી એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવામાં આવશે. નિગમે નક્કી કરેલી ટેકનોલોજી જેવીકે, G.P.S., ONLINE BOOKING, I.D.M.S., કોમ્પ્યુટરાઇઝડ કામગીરીને ધ્યાને લેતાં કેટલાક વહીવટી ટ્રેડ જેવાકે, હિસાબી શાખા, આંકડા શાખા, .ડી.પી. શાખામાં પણ તાલીમ આપવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નિગમને મહેકમના ૧૦% પ્રમાણે જુદા-જુદા ટ્રેડમાં તાલીમાર્થી એપ્રેન્ટિસની ભરતી માટે મંજુરી આપવામાં આવે છે. સંદર્ભે આઇ.ટી.આઇ. પાસેથી તાલીમાર્થીઓની યાદી મંગાવી નિયમોનુસારની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કે જુદી-જુદી લોકલ આઇ.ટી.આઇ.ના સંપર્કમાં રહી નામો મેળવી નિગમના જુદા-જુદા વિભાગો ખાતે વર્ષમાં બે વખત એપ્રિલ અને ઓક્ટોબર માસમાં તાલીમાર્થી એપ્રેન્ટિસોની પસંદગી કરવામાં આવે છે.

(1:14 am IST)