Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે વોર્ડની સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેની પરામર્શ બેઠક યોજાઈ

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2021 માટે શહેરના વોર્ડનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેના તા, 19-2-1021ના પ્રથમિક આદેશ સંદર્ભે રાજકીય પક્ષો સાથે પરામર્શ બેઠક રાજય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદના અધ્યક્ષ સ્થાને પંચાયત વિભાગના કોન્ફ્રન્સ હોલમાં યોજાયેલ જેમાં મહેશ જોશી સચિવ,આર,આર, ગામીત, નાયબ કમિશ્નર , રાજ્ય ચૂંટણી આયોગ,ડો, કુલદીપ આર્ય, કલેકટર, ગાંધીનગર, ડો, રતનકંવર , મ્યુનિસિપલ કમિશનર,ગાંધીનગર, નિવાસી અધિક કલેકટર, ગાંધીનગર, તથા માન્ય રાજકીય પક્ષોના પદાધિકારીઓ હાજર રહેલા હતા બેઠકમાં જાહેર જનતાના સૂચનો, રજૂઆત તથા માન્ય રાજકીય પક્ષોના સૂચનો રજૂઆત પરત્વે પરામર્શ કરાયો હતો 

(9:05 pm IST)
  • ગોધરામાં બે જૂથ વચ્ચે બબાલ:ચૂંટણી અદાવતને લઇ બે જૂથ વચ્ચે મારામારી: એક વ્યક્તિને માથાના ભાગે ઇજા: પોલન બજાર ચોકી નંબર૭ નજીક બન્યો બનાવ: ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો: જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ વડા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો પાડ્યો થાળે access_time 11:57 pm IST

  • એસબીઆઇએ હોમ લોન વ્યાજ દરોમાં ઘટાડો કરીને 6.70 ટકા કર્યા છે. access_time 7:31 pm IST

  • દેશમાં વિભાજનકારી તાકાત સામે લડવા એકજુટ અને મજબૂત રહે કોંગ્રેસ :જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી આતંકવાદના મૂળ કારણ પ્રહાર નહિ કરાય ત્યાં સુધી આતંકવાદી લોકોને પોતાના શિકાર બનાવતા રહેશે : access_time 11:22 pm IST