Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સ્ટેટ વિજિલેન્સ ટીમના અમરોલી છાપરાભાડામાં જુગારધામમાં દરોડા :13 જુગારીઓને ઝડપી લીધા

ખુલ્લા પ્લોટમાં ધમધમતા જુગારધામમાં દરોડો પડતા નાસભાગ : વિજિલન્સની ટીમે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી તમામને દબોચી લીધા

સુરતઃ સ્ટેટ વિજિલેન્સી ટીમ અમરોલી છાપરાભાડામાં ચાલતા જુગારધામ ઉપર ત્રાટકી હતી. અને વરલી મટકા અને ચકલી પોપટનો જુગાર રમતા 13 જુગારીઓને દબોચી લીધા હતા. સાથે જ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરોલી પોલીસ મથકની હદમાં આવેલા છાપરાભાઠા મેલડી માતાના મંદિર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં ઇલ્યાસ યાકુબ પટેલ વરલી મટકા, ચકલી પોપટ અને ગંજીપાનાનો જુગાર રમાડી રહ્યો છે.

બાતમીના આધારે વિજિલન્સની ટીમે છાપો મારી જુગાર રમી રહેલા મહેશ મગન મૈસુરીયા (રહે, ૯૬ કોલોની, છાપરા ભાઠ્ઠા, અમરોલી), પ્રભાકર ભગતસિંહ મગાડે (રહે. પરીયા નગર, ગામ પનાજ જિ.સુરત),મહંમદ ઉમંર ગુલામ મહંમદ શેખ ( રહે. શનું કોલોની છાપરામાં, છાપરા ભાઠ્ઠા), મોહન સવજી ગાંભવા (રહે. માઈલસ્ટોલ રેસીડન્સી, કેનાલ રોડ, પાલનપુર ગામ), દિનેશ અંબાલાલ ગોહિલ( રહે. વરીયાવ ગામ), સિકંદરશા ગફારશા ફકીર ( રહે. ભેસ્તાન આવાસ, ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે, ડિંડોલી).

આ ઉપરાંત નઈમ સલીમ શેખ ( રહે. સંજયનગર,ઉધના), હસમુખ નરોત્તમભાઈ ગજ્જર (રહે. સુમન સંગાથ બિલ્ડીંગ વી.આઈ.પી. સર્કલ, ઉત્રણ), શાદત ઉર્ફે સંજય પ્લમ્બર ઉર્ફે અમજદ હોસેન મંડલ (રહે. સવિતા સાગર સોસાયટી, છાપરા ભાઠ્ઠા, અમરોલી), સુગ્રીવ બંસીપ્રસાદ યાદવ (રહે. નીચલી કોલોની, છાપરા ભાઠ્ઠા અમરોલી), જાવેદ ઐયુબ પઠાણ (રહે. કોસાડ આવાસ, અમરોલી), વિરેન્દ્ર ઉર્ફે ગુડૂ ઘનશ્યામ ભારદ્વાજ (રહે.આઝાદનગર, કતારગામ).

તેમજ મહંમદ શબીર નિયાજ મંહમદ શેખ (રહે. અમરોલી, આવસ)ને પકડી પાડી તેની પાસેથી જુગારના રોકડ રૂ.16,130, મોબાઇલ ફોન 10, વાહનો 3 મળીને કુલ રૂ.1,23,780નો મુદ્દામાલ કબજે લીધો છે. આ ઘટનાને પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પરંતુ વિજિલન્સની ટીમે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી તમામને દબોચી લીધા હતા

(12:22 pm IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,563 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,23,619 થઇ :એક્ટિવ કેસ 1,65,199 થયા વધુ 11,990 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,96,588 થયા :વધુ 80 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,275 થયા access_time 1:28 am IST

  • રીવરફ્રન્ટ ઉપર વધુ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો :અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતી એકે મહિલાએ સાબરમતી રીવરફ્રન્ટ પર કુદીને આત્મહત્યાનો -યાસ કર્યો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ પર પુલથી મહિલા જેવી જ નદીમાં કુદી ફાયરબ્રિગેડની સ્પીડ બોટ તુરંત ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલાને તે બાદ રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી હતી. પોલીસ હવે મહિલાના આત્મહત્યાના કારણની તપાસ કરશે અને તે બાદ વધુ કાર્યવાહી હાથ ધરશે. access_time 4:27 pm IST

  • જૂનાગઢ રાજકોટ હાઇવે પર ગોમટાથી લઈને ખોડિયાર પરોઠા હાઉસ સુધી 15 કિલોમીટર હાઇવે પર ડુંગળી ભરેલા ટ્ર્કના થપ્પા લાગ્યા : ડુંગળીની ચિક્કાર આવક access_time 10:26 pm IST