Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ધારાસભા સત્ર આરંભઃ મોંઘવારી સામે વિરોધઃ બુધવારે બજેટ

કોંગીના સભ્યો ખેડાવાલા-શેખએ સંકુલમાં પ્લે કાર્ડ દર્શાવ્યાઃ રાજયપાલના પ્રવચન વખતે વિપક્ષ શાંતઃ મૃતકોને અંજલી : લવ જેહાદ વિરોધી વિધેયક આવશેઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ૯મી વખત બજેટ રજૂ કરશેઃ કાલે ગૃહની કાર્યવાહી બંધ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર,તા.૧: આજે વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે આજે રાજ્યપાલશ્રીએ પોતાના પ્રવચન બાદ અંતમાં કોંગ્રેસ પક્ષે ગત સત્રમાં રાજ્યપાલના પ્રવચનમાં કરવામાં આવતા વિરોધ અંગે તે સમયે શાંતિ રાખવા અને ગૃહની કામગીરી ચાલવા દેવાના વાત કરી હતી

આજે રાજ્યપાલે કોંગ્રેસ પક્ષનો આભાર વ્યકત કર્યો હતો અને આજે કોંગ્રેસ પક્ષે શાંતિ જાળવીએ ખૂબ જ સારી વાત છે. આમ અન્ય રાજ્યોના વિધાનસભા ગૃહમાં પ્રેરણારૂપ બનશે. આવતીકાલે ગૃહનું કામકાજ બંધ છે. ગુરૂવારે બજેટ રજુ થશે. આજે રાજ્યપાલના પ્રવચન બાદ શોક ઠરાવો થયા હતા.

શોકદર્શક આજે શોક ઠરાવો બાદ ગૃહ મોકુફ રહેશે. આવતીકાલે પાલિકા-પંચાયતોની ચૂંટણીના પરિણામના કારણે ગૃહની કાર્યવાહી બંધ રહેશે. મંગળવારે બપોરે ડીજીટલ પદ્ધતિથી રાજ્યનું બજેટ રજુ થશે. શ્રી નીતિન પટેલ ૯મી વખત બજેટ રજૂ કરશે. આજે રાજ્યપાલે સરકારની ગૌરવગાથા વર્ણવી હતી.

રાજ્યમાં કોરોનાકાળ પછી પ્રથમ વખત બજેટ આવી રહ્યુ છે. બજેટમાં કરરાહત અને કરબોજ વિશે અનુમાનો થઈ રહ્યા છે. સરકારે લવજેહાદ સહિતના કાયદાઓ લાવવાની જાહેરાત કરી છે.

આજે વિધાનસભામાં મૃતક બે પૂર્વ મુખ્યમંત્રીઓ કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકી, સભ્યો સુંદરસિંહ ચૌહાણ, બાબરાભાઈ તડવી, રજનીકાંત રજવાડી, રોહીત પટેલ, દિનકર દેસાઈ, ચંદ્રાબેન શ્રીમાળી, ધારશીભાઈ ખાનપુરા, જોધાજી ઠાકોર, નરેશ કનોડિયા, મેઘજીભાઈ કણઝારિયા, ભૂપેન્દ્રસિંહ ખાંટ વગેરેને શ્રધ્ધાંજલી અપાશે. તમામ દિવંગતોને તેમના ફોટો સાથે શ્રધ્ધાંજલી પત્ર અપાયો હતો.

વિપક્ષ કોંગ્રેસ વિધાનસભામાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દે તડાપીટ બોલાવવા માંગે છે. કોંગીના બે ત્રણ ધારાસભ્યોએ સુત્રોચ્ચાર સાથેના પ્લે કાર્ડ પહેરીને મોંઘવારીનો વિરોધ કર્યો હતો.

(4:45 pm IST)
  • રીવરફ્રન્ટ ઉપર વધુ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો :અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતી એકે મહિલાએ સાબરમતી રીવરફ્રન્ટ પર કુદીને આત્મહત્યાનો -યાસ કર્યો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ પર પુલથી મહિલા જેવી જ નદીમાં કુદી ફાયરબ્રિગેડની સ્પીડ બોટ તુરંત ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલાને તે બાદ રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી હતી. પોલીસ હવે મહિલાના આત્મહત્યાના કારણની તપાસ કરશે અને તે બાદ વધુ કાર્યવાહી હાથ ધરશે. access_time 4:27 pm IST

  • એસબીઆઇએ હોમ લોન વ્યાજ દરોમાં ઘટાડો કરીને 6.70 ટકા કર્યા છે. access_time 7:31 pm IST

  • મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છેઃ બીજી લહેર શરૂ થયાના એંધાણઃ હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છેઃ પુણેમાં રાત્રી કફર્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યોઃ રાજયમાં ફરી આકરા લોકડાઉનની તૈયારી ? નાગપુર- અમરાવતીમાં વીક એન્ડ કર્ફયુ access_time 4:26 pm IST