Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજપીપળાના ચાલવા નીકળેલા વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારતા ઇજા બાદ સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ટેકરા ફળિયાથી ચાલવા નીકળેલા એક વ્યક્તિને વડિયા જકાત નાકા પાસે કોઈ અજણ્યો વાહન ચાલક ટક્કર મારતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ટેકરા ફળીયા ખાતે રહેતા ઈશ્વરભાઈ ખોદભાઈ ભોઈ ની ફરિયાદ મુજબ તેમના ફળિયાના રમેશભાઈ બાબુભાઇ ભોઈ (ઉ.વ.45) ઘરેથી સાંજના સમયે ચાલવા નીકળ્યા હતા જેઓ વડિયા જકાતનાકા પાસે પહોંચતા કોઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી જતો રહેતાં તેમને ગંભીર ઇજાઓ થતા રાજપીપળા સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વડોદરા એસએસજી માં ખસેડાયા હતા જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેમનું મોત થતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:21 pm IST)