Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં રાજ્યમાં અનેક જગ્યાએ ઘર્ષણ

ક્યાંક પથ્થરમારો તો ક્યાંક ઇવીએમની તોડફોડ : રાજ્યમાં આજે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થયા હોવાના અહેવાલ : દાહોદ-ઝાલોદમાં બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો

અમદાવાદ, તા. ૨૮ : રાજ્યભર માં આજે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થયા હોવાના અહેવાલો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન દરમિયાના ઝાલોદ તાલુકાના ઘોડીયામાં બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો છે. અહીં કેટલાક લોકોએ મતદાન સેંટરમાં ઘુસીને ઇવીએમ મશીન તોડી દીધા હતા. ૨ થી ૩ લોકો મતદાન સેન્ટરમાં ઘૂસીને બુથ કેપ્ચરિંગનો પ્રયાસ કર્યો હતો. ધટના બનતા દાહોદ જીલ્લા પોલીસ વડા રેન્જ આઈ જી સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોચી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો છે. હાલ મતદાન બંધ કરી દેવામાં આવ્યું છે.

તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદાન વખતે ગુજરાતમાં ઘણી જગ્યાએ નાના મોટી માથાકૂટ અને હોબાળાની ઘટનાઓ સર્જાઇ હતી. જેમાં નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર ૪માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, મતદાન મથકમાં પ્રવેશને લઈને જીભાજોડી થતા પોલીસે મામલો સંભાળ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સમજાવટથી મામલો થાળે પાડયો હતો.

બનાસકાંઠાના ભાભર અને પાલનપુરમાં ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પાલનપુર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે જૂથો આમને સામને, પાલનપુર વોર્ડ નંબર ૬ ના ગઠામણ દરવાજા પાસે બબાલ થઇ,  ઘટનાના પગલે છજીઁ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, મતદાન મથક પાસે જ બબાલ થતાં પોલીસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથળે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો બીજી તરફ ભાભરના વોર્ડ એકમાં લુદરિયા વાસ શાળા નંબરમાં ઉમેદવારો વચ્ચે બોલા ચાલી થઇ હતી. ડેમો ઇવીએમ બાબતે બોલાચાલી થઇ હતી. પોલીસેને ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો. કોગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો ભાભર વોર્ડ નંબર એકમાં દોડી આવ્યા હતા.

વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન વખતે મારામારી અને પથ્થરમારાના દ્રશ્યો સર્જાયા હતા. વિરગામના વોર્ડ નંબર ૮ના એમ જે હાઇસ્કૂલની બહાર ભાજપ અને અપક્ષ ઉમેદવારોના ટોળા વચ્ચે મારામારી થઇ હતી.

મારામારીના દ્રશ્યો સર્જાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પણ પડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે.

૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક બિનહરીફ થઈ છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો પર ૨૬૫૫ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના ૯૫૫ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

જ્યારે કે, ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર ૧૧૭ બેઠક બિનહરીફ થઈ છે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર ૧૨,૨૬૫ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના ૪,૬૫૭ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું પણ મતદાન શરૂ થઈ ગયું છે. ૮૧ નગર પાલિકાની ૨૭૨૦ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. ૮૧ નગરપાલિકાની ૨૭૨૦માંથી ૯૫ બેઠક બિનહરીફ થઈ છે. ૮૧ નગરપાલિકામાં ૭૨૪૬ ઉમેદવારો મેદાનમાં છે. ૨ માર્ચે ચૂંટણીનું પરિણામ આવશે.

(8:53 am IST)
  • ત્રણ રાજ્યોમાં આજથી નવા ચીફ સેક્રેટરી કાર્યરત બન્યા છે. મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી તરીકે સીતારામ કુંતે, બિહારના ચીફ સેક્રેટરી તરીકે અરુણ કુમાર સિંઘ અને કેરાળાના મુખ્ય સચિવ તરીકે ડોક્ટર વી પી જોય એ ચાર્જ સંભાળી લીધો છે. પ્રથમ બે અધિકારીઓ ૧૯૮૫ની બેચના છે જ્યારે ડો. જોય ૧૯૮૭ની બેચના છે. access_time 7:42 pm IST

  • વિરાટ વધુ ૨ ઈનિંગ્સમાં નહીં ચાલે તો તેના નામે બની જશે સૌથી ખરાબ રેકોર્ડ :૨૦૧૯માં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટમાં કોહલીએ ૧૩૬ રન બનાવ્યા, તેના પછી કોઈ સદી ફટકારી નથી access_time 4:27 pm IST

  • સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલ એક અદ્ભુત મેસેજ, જેમાં 2 લાખ 14 હજારની રકમ એવી રીતે લખી છે કે જેથી રામરામ વંચાય. આ મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે access_time 7:44 pm IST