Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મેઘરજના પુંજાપૂરમાં ૧૦૫ વર્ષીય વૃદ્ધાએ મતદાન કર્યું : શતાયુ વૃદ્ધા સહિત અનેક વૃદ્ધો બન્યા યુવાનો માટે પ્રેરણા

૯૫ વર્ષીય હુસેનાબીબી મલેક નામના વૃદ્ધા પરીવાર સાથે મતદાન મથક પર પહોંચ્યા

અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાતાઓમાં ભારે નીરસતા જોવા મળી રહી છે પાંખા મતદાન છતાં શતાયુ મતદાતાઓ એ મતદાન કર્યું હતું વૃદ્ધ અને અશક્ત મતદારો યુવાનોને અનોખી શીખ આપી હતી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવાનોની સાથે વૃદ્ધોએ મતદાન કર્યુ હતું અશક્ત વૃદ્ધો પરિજનો સાથે મતદાન બુથ પર નજરે પડ્યા છે. મેઘરજના પુંજાપૂર ગામના ૧૦૫ વર્ષીય વૃદ્ધા પરિવારજનો સાથે મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતું મોડાસા નાગરપાલિકાની ચૂંટણીમાં પણ શતાયુ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા આહવાન કર્યું હતું

મેઘરજ તાલુકાના પુંજાપૂર ગામના ૧૦૫ વર્ષીય બેનીબેન હીરાભાઈ પટેલ વહેલી સવારે તેમના પરિવારજનોની મદદથી મતદાન મથક પર મત આપવા પહોંચતા ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ પણ વૃદ્ધાની મદદ માટે તત્પર બન્યા હતા મતાધિકારનો ઉપયોગ કર્યા પછી જીલ્લાના મતદારોને મતદાન અવશ્ય કરવાનું આહવાન કર્યુ હતું મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં ૯૫ વર્ષીય હુસેનાબીબી મલેક નામના વૃદ્ધા તેમના પરીવાર સાથે મતદાન મથક પર પહોંચી ઉત્સાહ પૂર્વક મતાધિકારનો ઉપયોગ કર્યો હતો શતાયુ અને વૃદ્ધ મતદાતાઓ મતદાન કરી યુવાનોને મતદાન કરવા માટે અનોખી શીખ પુરી પાડી હતી

(8:53 am IST)
  • નરેન્દ્ર ભાઈ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ પણ આજે જ કોરોના વાયરસની રસી મૂકાવી રહ્ના છે. અમિતભાઈ પોતાનાં નિવાસસ્થાને કોરોનાની રસી મુકાવશે. મેદાંતા હોસ્પિટલનાં ડો.સુશીલા વેક્સિનનો પ્રથમ ડોઝ આપશે. અમિતભાઈ શાહને ભારત બાયોટેકની કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. નરેન્દ્રભાઈઍ પણ આ જ વેકસીન મુકાવી હતી. access_time 11:16 am IST

  • તામિલનાડુમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોરોનાનો કહેર વધતા 31મી માર્ચ સુધી લોકડાઉન વધારાયુ : સરકારી, પ્રાઇવેટ સંસ્થાનો, ઉદ્યોગગૃહ સહીત એકમોમાં ઓછામાં ઓછા કર્મચારીઓને બોલવવા નિર્દેશ :કંટેઇન્મેન્ટ ઝોનમાં સતર્કતા રાખવા સાથે વૃધ્ધો , બાળકો અને ગર્ભવતી મહિલાઓને ખાસ સાવચેતી રાખવા અપીલ access_time 11:27 pm IST

  • સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલ એક અદ્ભુત મેસેજ, જેમાં 2 લાખ 14 હજારની રકમ એવી રીતે લખી છે કે જેથી રામરામ વંચાય. આ મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે access_time 7:44 pm IST