Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રાજ્યમાં ત્રણ IAS અધિકારીઓની બદલી કરાઈ

સોનલ મિશ્રા દિલ્હી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જશે:મિલિંદ તોરવણેની ગ્રામીણ વિકાસના કમિશનર તરીકે બદલી:મનોજકુમાર દાસને અધિક મુખ્ય સચિવ પંચાયતની વધારાની જવાબદારી સોંપાઈ

અમદાવાદ ; ગુજરાતના ચીફ સેક્રેટરી પદે રાજકુમારે ચાર્જ સંભાળી લેતા તેમની બદલીથી ખાલી પડેલા બે વિભાગો તેમજ એક સિનિયર મોસ્ટ અધિકારીને સચિવાલય બહાર જાહેર સાહસમાં નિયુક્તિ આપવામાં આવતા તેમના વિભાગનો ચાર્જ અન્ય ત્રણ અધિકારીઓને આપવામાં આવી છે. જેમા ગૃહ વિભાગનો વધારાનો ચાર્જ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશને અને ઉદ્યોગ વિભાગનો હવાલો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દાયાણીને આપવામાં આવ્યો છે. એ ઉપરાંત પંચાયત વિભાગનો વધારાનો ચાર્જ રૂરલ ડેવલપમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી સોનલ મિશ્રાને સોંપવામાં આવ્યો છે.

IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમા સોનલ મિશ્રા દિલ્હી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જશે. સોનલ મિશ્રાની  કેન્દ્રમાં મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટપ્રિનિયોરશીપમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરી છે. તેમની આ નિયુક્તિ પાંચ વર્ષ માટે કરવામાં આવી છે.

 આ તરફ મિલિંદ તોરવણેની ગ્રામીણ વિકાસમાં કમિશનર તરીકે બદલી કરાઈ છે. તો મનોજકુમાર દાસને અધિક મુખ્ય સચિવ પંચાયતની વધારાની જવાબદારી સોંપાઈ છે. તેમની આ નિયુક્તિ પાંચ વર્ષ માટે કરવામાં આવી છે.

(12:43 am IST)