Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

નર્મદા જિલ્લામાં કૃષિ રાહત પેકેજના 14 કરોડ રૂપિયા પૈકી છેલ્લો હપ્તો પણ ખેડૂતોના ખાતાંમાં પડતા ખુશી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગત વર્ષે ચોમાસામાં વધુ વરસાદ"અતિવૃષ્ટિ" ના કારણે નર્મદા જિલ્લામાં ખુબજ મોટા પ્રમાણમાં ખેતીમાં નુકસાન થયું હતું અને ત્યાર બાદ ગુજરાત સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જે પૈકી છેલ્લો હપ્તાની રકમ ચુકવણી રૂપે બાકી હતી.સાંસદ મનસુખભાઈ વસાવા,નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ તથા નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ  ઘનશ્યામ ભાઈ પટેલ દ્વારા રાજ્યસરકારમાં રજૂઆત કર્યા પછી જે બાકી રહેતી રકમ એટલેકે "કૃષિ રાહત" પેકેજના 14 કરોડ રૂપિયા ખેડૂતોને ઓનલાઈન ખાતામાં આજરોજ ચુકવણી થશે જે બદલ સૌ ખેડૂત મિત્રોમાં ખુશી ફેલાઈ હતી ત્યારે નર્મદા જિલ્લાના સૌ ખેડૂતમિત્રો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(8:20 pm IST)