Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

નર્મદા જીલ્લાના નામલગઢ ગામે મહીલા ઉપર કુહાડીથી હુમલો કરનાર બે શખ્શ સહિત ઍક મહીલાને અદાલતે સજા ફટકારી

રાજપીપળા ચીફ જયડીશીયલ મેજીસ્ટ્રેટ ધ્વારા ગાગર ગામના ૩ આરોપીઓને ૭ વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જીલ્લા ના નાંદોદ તાલુકાના નામલગઢ ગામે પોતાના ખેતરના સેઢા પરથી વાંસ કાપી લેનાર ગાગર ગામનાં શખ્શોને ઠપકો આપ્યાનો વ્હેમ રાખી મહીલા ઉપર કુહાડી થી હુમલો કરનાર બે ઈસમ સહિત ઍક મહીલા ને અદાલતે કસૂરવાર ઠેરવી સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.

 જેમાં (૧) નિતેશભાઈ રામસીંગ વસાવા (૨) રામસીંગભાઈ નરસિંહભાઈ વસાવા (૩) સખીબેન રામસીંગભાઈ વસાવા (તમામ રહે.ગાગર, તા.નાંદોદ, જી.નર્મદા)નાઓ વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪,૩૨૫,૫૦૪,૧૧૪, મજબ ફરીયાદી બહેનને તેનુ ખેતર નામલગઢ ગામની સીમમાં આવેલ હોય ખેતરના સેઢા ઉપર રોપેલ વાંસ આરોપીઓ કાપી લાવેલા જેથી ફરીયાદી બહેન આરોપીને બોલતી હતી જેવું આરોપીઓ ને કોઈએ કહેલ જેથી આરોપીઓએ ગાગર ગામેથી નામલગઢ જઈ ફરીયાદી બહેનને ગમેતેમ ગાળો બોલી કહેતા હતાં કે તું કેમ બોલે છે? દરમ્યાન આરોપી નં.૦૧નાએ તે સમયે તેના હાથમાની કુહાડીની મુંડળ વડે ફરીયાદીને ડાબા હાથના કાંડા પાસે મારી ફેકચર કરી ઈજા કરેલ તથા આરોપી નં.૦રનાએ હાથમાની કુહાડી વડે બરડાના ભાગે કુહાડીની મંડળ મારી ઈજા કરેલ તથા આરોપી નં.૦૩નાએ ફરીયાદણને વાળ પકડી ઢીકાપાટુનો મારમારી ઈજા કરી એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યો હતો .
આ બાબત ની ફરીયાદ આમલેથા પોલીસ સ્ટેશનમાં  નોંધાયેલ હતી આ કેસ રાજપીપળા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જે.કે.ખાંટ નાઓ રૂબરૂ ચાલી જતા મુળ ફરીયાદી, સાહેદો, ત.ક.અ. તથા મેડીકલ ઓફિસર નાઓએ આપેલ જુબાની તથા રેકર્ડ પર રજુ થયેલ પુરાવા તેમજ વિધ્વાન એ.પી.પી. એસ.જી.રાવનાઓની દલીલ ફરીયાદ પક્ષે ગ્રાહય રાખી રાજપીપળાના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જે.કે.ખાંટ નાઓએ આરોપી નિતેશભાઈ રામસીંગ વસાવાનાઓને આ ગુન્હામાં ગુનેગાર ઠરાવી ઈ.પી.કો.કલમ ૩૨૩ના ગુન્હા બદલ ૧ (એક) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.૫૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૨(બે) માસની સખ્ત કેદની સજા તથા ઈ.પી.કો.કલમ ૩૨૪ના ગુન્હા બદલ ૩ (ત્રણ) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ।.૧૦૦૦/– નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૨(બે) માસની સખ્ત કેદની સજા તથા ઈ.પી.કો.કલમ ૩૨૫ના ગુન્હા બદલ ૪ (ચાર) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.૫૦૦/– નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૨(બે) માસની સખ્ત કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલ .
આરોપી નં.૦૨ રામસીંગભાઈ નરસિંહભાઈ વસાવાને ઈ.પી.કો.કલમ ૩૨૩ના ગુન્હા બદલ ૧ (એક) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.૫૦૦/– નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૨ (બે) માસની સખ્ત કેદની સજા તથા ઈ.પી.કો.કલમ ૩૨૪ના ગુન્હા બદલ ૨ (બે) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.પ૦૦/– નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૨(બે) માસની સખ્ત કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે. તેમજ આરોપી નં.૦૩ સખીબેન રામસીંગભાઈ વસાવાને ઈ.પી.કો.કલમ ૩૨૩ના ગુન્હા બદલ ૬ (છ) માસની સખ્ત કેદની સજા તથા રૂા.૫૦૦/– નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૨(બે) માસની સખ્ત કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે

(8:19 pm IST)