Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રાજપીપળામાં આખા રસ્તા ખોદયા વિના દોઢ કરોડના ઓટોમેટિક મશીન દ્વારા ગેસ લાઈનની થતી કામગીરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટર બાદ હવે ગેસ લાઈનની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે જેમાં શહેરનાં આખા રસ્તાને નુકશાન ન થાય અને રસ્તા વધુનાં ખોદાઈ એ માટે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલએ ખાસ ઓટોમેટિક મશીનનું આયોજન કરી ગેસ લાઈનમાં ખોદકામ શરૂ કરાવ્યું છે જેમાં રસ્તાને વધુ નુકશાન નાં થાય અને ઝડપી કામગીરી પૂર્ણ થઇ રહી છે દોઢ થી બે કરોડનું આ મશીન ગેસ લાઈનની તમામ કામગીરી ઓટોમેટિક કરે છે અને બે થી ત્રણ કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ લાઈન ખોદી શકે છે ત્યારે દરેક ફળિયામાં ચાલતી આ કામગીરી ટાણે આ મશીન જોઈ લોકો માં ભારે કુતૂહલ જાગ્યું હતું .

આ બાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું કે અગાઉ ભૂગર્ભ ગટર લાઇન નાં કામમાં શહેરના મોટા ભાગના માર્ગો ખોદાઈ ગયા હતા જેના કારણે સ્થાનિક લોક હેરાન થઈ ગયા હતા માટે હાલ ચાલતી ગેસ લાઈન ની કમજોરી માટે અમે ખાસ ઓટોમેટિક મશીન મંગાવી આખા રસ્તા નાં ખોદાઈ અને લોકો હેરાન નાં થાય એ બાબત નું ખાસ ધ્યાન રાખી કામગીરી કરાવી રહ્યા છે.

(8:18 pm IST)