Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

નવસારી જીલ્લાની ચોરીમાં ગયેલ મોટર સાયકલને આરોપી સાથે ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા એ જીલ્લામાં બનતા મિલ્કત સબબ અનડીટેક્ટ ગુનાઓને ડીટેક્ટ કરવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાએ ખાનગી બાતમીદારથી બાતમી મેળવવા તજવીજ કરી હતી એ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો રાજપીપલા પો.સ્ટે. વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા ત્યારે એક શંકાસ્પદ ઇસમ નંબર પ્લેટ વગરની મોટર સાયકલ લઇને આવતા તેને રોકી તેનું નામઠામ પુછતાં તેણે પોતાનું નામ લાલુ સાધુભાઇ ચૌહાણ (હાલ રહે.રામનગર, વિઠ્ઠલમંદિર પાસે, નવસારી તા.જી.નવસારી મુળ રહે. બીલઝરી તા.સોઢવા જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) તથા મેમ્બર ફળીયા, બોડગાવ, પો.દરકલી તા.જી.અલીરાજપુર)નો હોવાનું જણાવતા આ મોટર સાયકલના સાધનિક કાગળોની પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહિ આપતા મોટર સાયકલ પોકેટ કોપમાં સર્ચ કરતાં મોટર સાયકલ માલીક નવસારી જીલ્લાનો હોય અને આરોપી પાસે મોટર સાયકલ નાં કોઇ આધારપુરાવા ન હોય તેની વિશેષ પુછપરછ કરતાં તેણે આ મોટર સાયકલ નવસારી જીલ્લાના વિજલપોર મેઇન રોડ ઉપરથી રાત્રીના સમયે ચોરી કરેલ હોવાની હકીકત જણાવતો હોઇ તેમજ મોટર સાયકલ બાબતે નવસારી જીલ્લામાં તપાસ કરતાં નવસારી જીલ્લાના વિજલપોર પો.સ્ટે. એ-પાર્ટ નં. ૦૦૯૦/૨૦૨૩ ઇ.પી.કો. ક્લમ ૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય જેથી આ મોટર સાયકલ સી.આર. પી.સી.-૧૦૨ મુજબ કબજે કરી તથા આરોપીને ૪૧(૧)(ડી) મુજબ અટક કરી રાજપીપલા પો.સ્ટે.ને સોંપવા આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(7:54 pm IST)