Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના મોટી કિશોલ ગામ ખાતે પશુપાલન શિબિર યોજાઈ

પશુપાલકોને દૂધ ઉત્પાદન વધારવા અને સરકારી યોજનાનો લાભ લેવા જાગૃત કરવામાં આવ્યા


(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના મોટી કિશોલ ગામ ખાતે પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, વિરમગામ એપીએમસી વાઇસ ચેરમેન રમેશભાઈ કોળી પટેલ, દસરથભાઈ કોળી પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કમરુદ્દીનભાઈ, બુદ્ધિજીવી સેલ  સંયોજક પોલાભાઈ, બુધભાઈ, દિનેશભાઇ સહિત જિલ્લા પશુપાલન અધિકારી, તલાટી, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
     વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિરમગામ વિધાનસભામાં નળકાંઠા વિસ્તારના મોટી કિશોલ ગામ ખાતે પશુપાલન શિબિરનું આયોજન કરીને પશુપાલકોને દૂધ ઉત્પાદન વધારવા અને સરકારી યોજનાનો લાભ લેવા જાગૃત કર્યા. શિબિર બાદ ગામના આગેવાનો સાથે બેઠક કરી અને સ્થાનિક સમસ્યાઓ સાંભળી હતી. (તસવીર : રસીક કોળી રૂપાવટી)

(7:21 pm IST)