Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ગાંધી નિર્વાણ દિને પ્રાર્થના સભા

પૂ. મહાત્‍મા ગાંધીજીની ૭પમી પુણ્‍યતીથિ નિમિતે ગાંધીજીના બાલ્‍યકાળનાં નિવાસસ્‍થાન કબા ગાંધીના ડેલામાં પૂજય મહાત્‍મા ગાંધીજીને શ્રધ્‍ધાંજલી અર્પવા જાણીતા લેખક અને ‘લોકભારતી'નાં દિનુભાઇ એસ. ચુડાસમાનું ‘આપણા ગાંધી-સૌના ગાંધી' વિષય ઉપર વકતવ્‍ય ગોઠવી શબ્‍દાંજલિ અર્પણ કરાઇ હતી. સાથોસાથ મહાત્‍મા ગાંધીજીને અત્‍યંત પ્રિય એવા રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અનુસાર રકતપિત્ત મુકત દર્દીઓનું સમાજમાં પુનઃ સ્‍થાપન કરવા માટે તેઓને સ્‍વરોજગારીનાં સાધનો પુરા પાડી સ્‍વતંત્ર રીતે પોતાના પગ પર ઊભા કરવાનો છેલ્લા ર૧ વર્ષથી મહાલક્ષ્મી ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ તથા હરસુખભાઇ સંઘાણી મેમોરીયલ ટ્રસ્‍ટ, રાજકોટ દ્વારા આ વખતે પણ ૬ (છ) રકતપિત્ત રોગમુકત દર્દીઓનાં પુનઃવસન માટે સ્‍વરોજગારીના સાધનોના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ. ઉપરાંત કબા ગાંધીના ડેલાની દસ્‍તાવેજી ફિલ્‍મ (Documentary Film) ગુજરાતી ભાષામાં કેયુરભાઇ અંજારીયા તથા તેની ટીમે બનાવેલ છે. આ જ દસ્‍તાવેજી ફિલ્‍મ ગુજરાત ટુરીઝમનાં સહયોગથી તૈયાર કરવામાં દસ્‍તાવેજી ફિલ્‍મની સીડીનું વિમોચન મુખ્‍ય મહેમાનશ્રીનાં હસ્‍તે કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. સ્‍મિતાબેન ઝાલાએ કરેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ હતી. 

(3:24 pm IST)