Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રાધનપુર-સમી હાઈવે માગૅ પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માત માં એકનું મોત

ભાભર થી અમદાવાદ જઈ રહેલા પરિવારને અકસ્માત નડતા અને એક સભ્યનુ મોત નિપજ્તા પરિવાર મા ગમગીની છવાઈ

(જયંતીભાઈ ઠકકર દ્વારા)પાટણ તા.૧

પાટણના હાઇવે માર્ગો પર છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી રહી છે ત્યારે વધુ એક માર્ગ અકસ્માત નો બનાવ બુધવારના રોજ રાધનપુર સમી હાઇવે માર્ગ પર કાર અને ટ્રક વચ્ચે સર્જાતા કારમાં બેઠેલ એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી વ્યાપી છે.

(3:18 pm IST)