Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ચાલુ વિડિયો કોન્‍ફરન્‍સે સીએમ ઓફીસથી અચાનક ફોન આવ્‍યો અને વિકાસ સહાય ઇન્‍ચાર્જ મુખ્‍ય ડીજીપી બની ગયા

સંજય શ્રીવાસ્‍તવ નવા પોલીસમથકના ઉદઘાટન માટે મુખ્‍યમંત્રીને રૂબરૂ નિમંત્રણ આપવા જતા વાતનું વતેસર થયું અને તેમને ચાર્જ આપવામાં આવી રહયા બ્રેકિંગ ન્‍યુઝ ચમકવા લાગ્‍યા હતા : સ્‍વચ્‍છ પ્રતિભા ધરાવતા વિકાસ સહાયને ચાર્જ સુપ્રત કરવા સહિતની દિલ્‍હીથી ગાંધીનગર સુધીની પડદા પાછળની રસપ્રદ કથા : આશિષ ભાટિયાને વિકાસ સહાય દ્વારા ઇશારાથી સીએમઓમાંથી આવેલ ફોન અંગે જણાવતા તુરંત આશિષ ભાટિયા દ્વારા અભિનંદન આપવામાં આવેલ : પેનલ મોકલવામાં વિલંબ થવાથી દિલ્‍હી દ્વારા રેગ્‍યુલર નિમણૂંકમાં વાર લાગી રહી છે, અતુલ કરવલને રિલિવ કરતો ઓર્ડર ૩૦મી સુધી ન થતા તેમના આગમનની શકયતાનો છેદ ઉડેલ

રાજકોટ તા.૧: રાજયના મુખ્‍ય પોલીસવડા તરીકે અતુલ કરવલ આવી રહયા છે, ઇન્‍ચાર્જ વડાપદે સંજય શ્રીવાસ્‍તવ આવી રહયા છે, વિગેરે ગરમાગરમ ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહયા વચ્‍ચે બેદાગ છબી ધરાવતા અને લાંબા સમયથી મુખ્‍ય પ્રવાહની બહાર પોસ્‍ટીંગ ધરાવતા મુળ બિહારના વતની એવા વિકાસ સહાયને મુખ્‍ય પોલીસ વડાનો ચાર્જ આપવામાં આવ્‍યો તે સહિતની આખી પડદા પાછળની કથા ખૂબ રસપ્રદ અને જાણવા જેવી છે.

મુખ્‍ય પોલીસવડા અને લો એન્‍ડ ઓર્ડર વડા નરસિહમા કોમાર તરફથી કેટલીક જનરલ સૂચના  સાથે આશિષ ભાટિયાની નિવૃતિ આડે છેલ્‍લો દિવસ હોવાથી ફેરવેલ જેવું પણ થાય તેવું આયોજન કરવામાં આવેલ

આ વીડિયો કોન્‍ફરન્‍સ દરમિયાન એકાએક વિકાસ સહાયના મોબાઇલની સાયલન્‍ટ ફોન પર કોઇ ફોન આવી રહયો હતો. વિકાસ સહાય ચાલુ બેઠકે બહાર નીકળી ફોન અટેન્‍ડ કરવા બહાર નિકળતા કોઇ મહત્‍વનો ફોન  હોવાનું સહુને સમજતા વાર ન લાગી, એ ફોન મહત્‍વનો જ હતો, ફોન મુખ્‍યમંત્રી કાર્યાલયમાંથી હતો, અને તેમને ચાર્જ આપવામાં આવે છે, ઇશારાથી વિકાસ સહાય દ્વારા આશિષ ભાટિયાને મુખ્‍યમંત્રી કાર્યાલય દ્વારા ફોન હોવાનું એટલુ જ જણાવતા આશિષ ભાટિયાને સમજતા વાર ન લાગી કે વિકાસ સહાયને પોતે ચાર્જ સુપ્રત કરવાનો છે, એટલે તેમણે પણ ચાલુ કોન્‍ફરન્‍સ દરમિયાન અભિનંદન આપવા સાથે જ લાકડીયા તાર માફક વિકાસ સહાયને ચાર્જ આપવામાં આવી રહયાનું બહાર આવવા લાગ્‍યું, આમ ઘટના ક્રમ આખો આવો હતો.

અમદાવાદના પોલીસ કમિશનર અને રાજયના આશિષ ભાટિયા બાદના સિનિયર મોસ્‍ટ આઇપીએસ કે જીઓનો નિવૃતિ કાર્યકાળ ૬ માસથી ઓછો હોવાની ટેકનિકલ કારણોસર તેમનું નામ પેનલ બહાર હતુ તેમને પણ ચાર્જ આપવામાં આવી રહયાના બ્રેકિંગ ન્‍યૂઝ ચમકવા લગાયા હતા તેની પાછળ પણ એક રસપ્રદ કથા છુપાયેલ છે, અમદાવાદમાં બોડક દેવ નામના નવા પોલીસમથકનું ઉદઘાટન મુખ્‍યમંત્રી હસ્‍તે રાજય કક્ષાના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્‍થિતિમાં થવાનું હતું. આ માટે પ્રોટોકોલ મુજબ પોલીસ અમદાવાદ પોલીસ કમિશનર અને સિનિયર મોસ્‍ટ આઇપીએસ સંજય શ્રીવાસ્‍તવ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને રૂબરૂ નિમંત્રણ આપવા ગયેલ

મુખ્‍ય પોલીસવડાનો પ્રશ્ન હોટ ટોપિક હોવાથી સંજય શ્રીવાસ્‍તવ મુખ્‍યમંત્રીને નિમંત્રણ આપવા જતા એવા અહેવાલ પ્રસિદ્ધ થયા કે સંજય શ્રીવાસ્‍તવને ચાર્જ આપવામાં આવી રહયો છે. આઇપીએસ અધિકારીઓ અને રાજયભરના તેમના શુભેચ્‍છકો દ્વારા અભિનંદન વર્ષા કરવામાં આવી. ખૂબ ઓછુ બોલતા સંજય શ્રીવાસ્‍તવ દ્વારા સ્‍પષ્‍ટતા કરવામાં આવી કે, આવી કોઇ વાત નથી. મને કોઇ તેડું મોકલવામાં આવ્‍યુ નથી, હું તો પોલીસમથકના ઉદઘાટન માટે નિમંત્રણ આપવા માટે ગયેલ. આમ છતા ઘણા ચાર્જ આપવામાં આવી રહયાનું જ માનવા લાગેલ

(1:06 pm IST)