News of Wednesday, 1st February 2023
અમદાવાદ તા. 1 દિલ્હી દરબાર,નહેરુથી માંડીને નરેન્દ્ર મોદી સુધી અને એક પત્રકારની વ્યવવ્યવસાય યાત્રા નામક ત્રણેય પુસ્તકોના લેખક મુંબઇ જન્મભૂમિ દૈનિક પત્રના તંત્રી શ્રી કુંદનભાઇ વ્યાસના ત્રણેય ગ્રન્થોના વિમોચન વિધિ ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે તેમજ ગુજરાત રાજ્યના સાહિય અકાદમીના અધ્યક્ષ શ્રીભાગ્યેશ જહા,ગુજરાત વિશ્વકોશના અધ્યક્ષ શ્રી કુમારભાઇ દેસાઇ,ગુજરાત યુનિ.અમદાવાદના પૂર્વકુલપતિ શ્રી નરેશભાઇ વેદ તેમજ હાસ્યલેખક રતિલાલ બોરીસાગરની ઉપસ્થિતિમાં ગુજરાત વિશ્વકોશ અને એસજીવીપી ગુરુકુલના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
નવનિર્માણ અને કટોકટી વગેરે બાબતો ઉપર દિલ્હી દરબાર દ્વારા કુંદનભાઇ વ્યાસે તો સુપેરે પ્રકાશ પાડ્યો છે નરેશભાઇ વેદપૂર્વ કુલપતિ કુંદનભાઇ વ્યાસનું નામ અને અટક સાર્થક છે સર્વગ્રાહી નિરુપણ વ્યાસ ભગવાને મહાભારતમાં કરેલ તે રીતે ધ્યાનમાં લઇને કુંદનભાઇએ નિરુપણ કરેલ છે.
આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે કુંદનભાઇને જે
સમાજ તરફથી પ્રેમ અને હૂંફ પ્રાપ્ત થયા છે તેથી ખરા અભિનંદન તો કુંદનભાઇના
અર્ધાંગના ભારતીબેનને છે.ખરે ખર તો તેણીનું પણ સન્માન કરવું જોઇએ.પત્રકાર તો તટસ્થ મધ્યસ્થ અને સત્યસ્થ હોવા જોઇએ તે વાત કરી રાજકોટના દૈનિક પત્રના બાબુભાઇ શાહ અને યશવંતભાઇ અને પ્રદીપભાઇને યાદ કર્યા હતા. ખરેખર પ્રજાના હ્રદયમાં રમતી વાતોને જે પ્રકાશિત કરે તે ખરો પત્રકાર છે.કુંદનભાઆઇ ખરા સત્યનિષ્ઠ અને નીડર પત્રકાર છે.
કુંદનભાઇએ દુઃખ દર્દને વાચા જ નથી આપી પણ દુઃખ દર્દને દૂર પણ કર્યા છે. આ પ્રસંગે
કુંદનભાઇ વ્યાસે જણાવ્યુ હતુ કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.જે પ્રજા ઇતિહાસ યાદ રાખી શકે નહીં તે ઇતિહાસ પણ ભણી શકે નહી.ખરેખર જે આનંદ પદ્મ પુરસ્કાર મળવાથી મળેછે તેથી વધારે મને આનંદ અને સંતોષ મળેલ છે. આ પ્રસંગે ભાગ્યેશ જહા,કુમારપાલ દેસાઇ ,રતિલાલ બોરીસાગર,નરેશભાઇ વેદે પ્રાસંગિક વચન કરેલ, આ પ્રસંગે ફૂલછાબના પ્રૂર્વ તંત્રી શ્રી કૌશિકભાઇ મહેતા વગેરે સહિત મોટી સંખ્યામા સાક્ષરો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. સભા સંચાલન નિસર્ગભાઇ આહિરે કર્યુ હતું. આભાર દર્શન ગુરુકુલના સંત ડો. યજ્ઞવલ્લભદાસજી સ્વામીએ કર્યું હતું.