Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ગુજરાતની પ્રજાને સલામતી-સુરક્ષાનો અનુભવ હંમેશા થાય તેવું કામ કરીશું: વિકાસ સહાય

સ્‍વચ્‍છ પ્રતિભા ધરાવતા વિકાસ સહાયએ આશિષ ભાટિયાની કેડી કંડારવા ખાત્રી આપી : આશિષ ભાટીયાને નિવૃતિ વિદાયમાનઃ નવા પોલીસ વડા વિકાસ સહાયએ ચાર્જ સંભાળ્‍યો : પોતાનામાં વિશ્વાસ મુકી ડીજીપીની જવાબદારી સોંપવા માટે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને ગળહમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનીને કહ્યું-ગુજરાત પોલીસની ઈમેજ એક સફળ અને સ્‍વચ્‍છ પોલીસ તરીકે બહાર ઉભરે તેવા પ્રયત્‍ન ચોક્કસ કરીશું

 રાજકોટ તા.  ૧: રાજ્‍ય પોલીસ તંત્રના ૧૯૮૫ બેચના સિનિયર આઇપીએસ અને નિવળત્તિ બાદ પણ જેમની કારકિર્દી ધ્‍યાને રાખી ખાસ સેવાઓ લેવામાં આવી હતી તેવા અધિકારીશ્રીઆશિષ ભાટિયા રાજ્‍યના પોલીસ વડાના પદેથી નિવળત્ત થતા તેમને ભવ્‍યાતિભવ્‍ય વિદાયમાન આઇપીએસ અધિકારીઓ દ્વારા તેમની ખાસ સજાવટ સાથેની કાર ખેંચીને આપવામાં આવ્‍યું હતું ત્‍યારે ભાવવાહી દ્રશ્‍યો સર્જાયા હતાં. તેમના સ્‍થાને રાજ્‍યના નવા પોલીસ વડા તરીકે શ્રી વિકાસ સહાયએ ચાર્જ સંભાળ્‍યો છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે પોતાને આ જવાબદારી સોંપવા બદલ મુખ્‍યમંત્રશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીનો આભાર વ્‍યક્‍ત કરીને જણાવ્‍યું હતું કે-હું આશિષ ભાટીયા સાહેબની કામગીરીને આગળ ધપાવવા પ્રયાસ કરીશ. ગુજરાતની પ્રજાને સલામતિ અને સુરક્ષાનો અનુભવ હમેંશા થાય તેવા પ્રયત્‍ન કરીશું. ગુજરાત પોલીસની ઇમેજ એક સફળ અને સ્‍વચ્‍છ પોલીસ તરીકે ઉભરી આવે તેવા કામ ચોક્કસ કરીશું.

 શ્રી આશિષ ભાટીયાની નિવૃતી સાથે એક સોનેરી યુગ ઇતિહાસ બનવા તરફ આગળ વધી ગયો છે.  નિડર અને સ્‍વચ્‍છ પ્રતિભા ધરાવતા આ આઇપીએસ શ્રી ભાટીયાએ ગુજરાતના ઇતિહાસમાં પોલીસ તંત્રનું મોરલ વધે તે રીતે જે કામગીરી કરી હતી તેના કિસ્‍સાઓ આલેખીએ તો આખું પુસ્‍તક પણ ઓછું પડે તેવા અનેક દિલધડક પ્રસંગોથી ભરપૂર છે. નાયબ પોલીસ કમિશનર પદે અમદાવાદમાં તેમણે કાબીલેદાદ ફરજ બજાવી હતી. લતીફ  જે જે અધિકારીઓથી ડર અનુભવતો તેમાં આશિષ ભાટિયાનો પણસમાવેશ  થાય છે. કલાકો સુધી હાર્ડ કોર ક્રિમીનલની પૂછપરછ કરી જરૂરી વિગતો બહાર કઢાવવામાં તેમની આવડત કાબિલેદાદ હતી.         

અમદાવાદમાં જયારે બોબ બ્‍લાસ્‍ટ થયા ત્‍યારે ખાસ ટીમની રચના કરી, દેશ ભરમાં સહુ પ્રથમ વખત મુળ સુધી પહોંચી આખું કાવત્રુ બહાર લાવેલ જે અદાલત દ્વારા પણ માન્‍ય રખાયેલ.                                            ‘અકિલા પરિવાર' સાથે જેમના સંબંધો ખુબ આત્‍મીય રહ્યા છે તેવા આ કાર્યદક્ષ આઇપીએસ દ્વારા રાજ્‍યના લાંચ રૂશ્વત વિરોધી દળના વડા તરીકે પણ યશસ્‍વી અને નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.                            

 માણસ પારખું એવા આ અધિકારી શ્રી ભાટીયા ઘડીકમાં કોઈ પર વિશ્વાસ ન મુકે અને મૂકયા બાદ કદી શંકા ન રાખે . આ આઇપીએસ પોતાની ટીમની હંમેશ પડખે ઊભા રહેતા. પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓની સંડોવણી હોવાનું બહાર આવ્‍યું હતું તેવા રાજ્‍ય ભરમાં બહુ ગાજેલા બીટ કોઇન   કોૈભાંડના મુળ સુધી પહોંચી મોટા માથાઓને જેલ ભેગા કરવામાં સીઆઈડી ક્રાઇમ વડા તરીકે તેમની ભુમિકા પણ ખુબ મહત્ત્વની હતી.

 નવા ઇન્‍ચાર્જ મુખ્‍ય પોલીસ વડા અને ખૂબ સ્‍વચ્‍છ છબી સાથે માનવીય અભિગમ ધરાવતાશ્રી વિકાસ સહાયએ ચાર્જ સંભાળતાની સાથે જ મુખ્‍યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીનો આભાર વ્‍યક્‍ત કરવાની સાથે સાથે પોતે આશિષ ભાટીયાએ કંડારેલી કેડી પર આગળ વધશે તેવું જણાવી ગુજરાતની પ્રજાને સલામતિ અને સુરક્ષાનો હમેંશા અનુભવ થાય તેવા પ્રયત્‍નો કરવાની અને પોલીસની ઇમેજને સ્‍વચ્‍છ તથા સફળ બનાવવા તમામ પ્રયત્‍ન કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.

આશિષ ભાટિયાની નિવૃત્તિ સાથે એક સોનેરી યુગ ઇતિહાસ બનવા તરફ આગળ વધી ગયો                        

 ઞ્જઆ સિનિયર આઇપીએસ વિશે લખવા બેસીએ તો આખું પુસ્‍તક પણ ઓછું પડેઃ ભવ્‍યાતિ ભવ્‍ય વિદાયમાન આપવામાં આવ્‍યું  ઞ્જદેશમાં સહુ પ્રથમ વખત બોમ્‍બ બ્‍લાસ્‍ટના મુળ સુધી ગુજરાત પોલીસ તેમના નેતળત્‍વ હેઠળ પોહચી હતી ઞ્જએસીબીના કાર્ય કાળ દરમિયાન પણ સપાટો બોલાવ્‍યો હતો ઞ્જઉચ્‍ચ પોલીસ અધિકારી, રાજકારણી સહિત મોટા માથાઓ સામે કાર્યવાહી થઇ હતી તેવા ચકચારી બીટ કોઈન મામલાના મુળ સુધી સીઆઈડી તેમના નેતૃવમાં જ પહોંચેલ       

(11:27 am IST)