Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સ્‍વ. વીણાબેન ગણાત્રા સ્‍મૃતિમાં સદાય સચવાય તેવા નારીશકિત હતા : મુખ્‍યમંત્રી

અકિલાના તંત્રીના ધર્મપત્‍નીને શ્રધ્‍ધાંજલી અર્પતા ભૂપેન્‍દ્રભાઇ પટેલ

રાજકોટ તા. ૧ : અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની શ્રીમતી વીણાબેન ગણાત્રાના અવસાન અંગે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલએ દુઃખની લાગણી વ્‍યકત કરી અજિતભાઇને શોક સંદેશ પાઠવ્‍યો છે.

શોક સંદેશમાં તેમણે જણાવ્‍યું છે કે, સૌ. વીણાબેનના અવસાનના સમાચારથી ઘણો વ્‍યથિત થયો છું.  બહોળા પરિવારના ગૌરવમૂર્તિ અને ભકિતભાવના સાગર સમા વીણાબેનની ચિરવિદાય સગા સંબંધીઓ માટે ન ભૂલી શકાય તેવો વસમો આઘાત છે.  જીવનસંગિની તરીકે એમણે કરેલું સમર્પણ, અક્ષત સ્‍નેહ અને જેમનો સથવારો સ્‍મૃતિમાં સદાય સચવાય તેવા નારી શકિત હતા. પરોપકારી પંથે સદાય ચાલતા રહી કંડારેલી કેડી પર આપ સૌને દોરતા રહ્યા. અકિલા પરિવારના પ્રેરણાષાોત જેવા વીણાબેનના દિવ્‍ય આત્‍માને પ્રભુ ચિર શાંતિ, ગતિ-મુકિતમાં રાખે એ જ અભ્‍યર્થના સાથે આપ સૌને આ વિપદા વખતે સાંત્‍વના મળે એ જ શ્રધ્‍ધાંજલિ પાઠવું છું. શ્રી કિરીટભાઇ તથા સમગ્ર અકિલા પરિવારને પણ મારી સાંત્‍વના.

 

(11:11 am IST)