Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

અકિલાના તંત્રી અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની વીણાબેનની કાલે સવારે પ્રાર્થનાસભા

રાજકોટ : અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, જલારામ જયોતના તંત્રી શ્રી સુરેશભાઈ ગણાત્રા તથા રાજુભાઈ ગણાત્રાના ભાઈ અકિલાના તંત્રી શ્રી અજિતભાઈ ગુણવંતભાઈ ગણાત્રાના ધર્મપત્‍ની શ્રીમતી વીણાબેન (ઉં.વ. ૭૦) તે શ્રીમતી મીનાબેન હરીશભાઈ ચગ, ભારતીબેન લલીતભાઈ સવજાણી, ભાવનાબેન દીપકભાઈ નાગ્રેચા અને સ્‍મિતાબેન સુનિલભાઈ રાયચુરાના ભાભી તથા અકિલાના એક્‍ઝિક્‍યુટિવ એડિટર શ્રી નિમિષ ગણાત્રાના કાકી તથા દિવ્‍યાબેન હિંમતભાઈઅઢિયા (મુંબઈ)ના મોટા બહેનનું તા. ૩૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨ ફેબ્રુઆરી ગુરૂવારે સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ રાષ્ટ્રીય શાળા, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

(11:10 am IST)