Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જુ.કલાર્ક માટે એન્‍જીનીયરીંગ - કાયદાના પોસ્‍ટ ગ્રેજયુએટોએ અરજી કરીઃ ૪૦% ઓવર કવોલીફાઇડ

૩૦૦૦ ઉમેદવારો માસ્‍ટર્સ કે એક થી વધુ ડીગ્રી ધરાવે છે

અમદાવાદ, તા.૩૧: ગુજરાત યુનિવર્સિટીમાં જુનીયર કલાર્કની જગ્‍યા માટે ઉમેદવારી કરનારાઓમાંથી એક શીતલ ઉપાધ્‍યાય એલએલએમની ડીગ્રી ધરાવે છે. જુનીયર કલાર્કની આ જગ્‍યાઓ માટે જરૂરી લાયકાત ગ્રેજયુએશન છે, એ પણ રાજય સરકારની જરૂરી લાયકાત ૧૨ ધોરણ પાસ કરતા વધારે જ છે.

અન્‍ય ઉમેદવારોની વાચાનો પડઘો પાડતા ઉપાધ્‍યાયે કહ્યું, ‘હું રાજય સરકારની સંબંધિત બધી પરિક્ષાઓ માટે અરજી કરૂ છુ. શૈક્ષણિક લાયકાત મહત્‍વની નથી કેમ કે સુરક્ષિત નોકરીની બહુ અછત છે.'

ગુજરાતમાં ‘સૈફ અને સીકયોર' જોવા માટેની દોડ ચાલુ જ છે. ગુજરાત યુનિવર્સિટીમાં જુનીયર કલાર્કની ૯૨ જગ્‍યાઓ માટે યુનિવર્સિટીને ૮૦૦૦ અરજીઓ મળી છે એટલે એવું કરી શકાય કે એક જગ્‍યા માટે ૮૭ ઉમેદવારો છે. ઉપાધ્‍યાય ૩૦૦૦ એવા ઉમેદવારોમાંથી એક છે જેઓ માસ્‍ટર્સ ડીગ્રી અથવા તો એક થી વધારે ડીગ્રી ધરાવે છે. આ સંખ્‍યા કુલ ઉમેદવારોના ૩૭.૫ ટકા જેટલી છે.સુત્રોએ કહ્યું કે આ સંખ્‍યામાં ૯૫૮ એમકોમ, ૫૮૦એમએ, ૩૮૪ એમએસસી, ૧૬૭ એમબીએ, ૧૧૯ એમસીએ, ૧૦૯ એમએસ ડબલ્‍યુ, ૪૧ એમઇ,  ૩૭ એમ લીબ, ૨૦ ેઅમ ટેક, ૧૪ એલએલએમ અને ૭ એમ ફાર્મ ડીગ્રીવાળા છે. અન્‍યોની સાથે એક ઉમેદવાર હેલ્‍થ એડમીનીસ્‍ટ્રેશનની અને ચાર અન્‍ય બીડીએસ, બીએએમએસ, અને નર્સીગની ડીગ્રીવાળા છે.

છઠ્ઠા પગાર પંચની જોગવાઇ અનુસાર, જુનીયર કલાર્કને માસિક ૩૦૦૦૦ રૂપિયા જેટલો પગાર મળે છે. જેમાંથી તેના હાથમાં મહિને ૨૫૦૦૦ રૂપિયા જેવુ હાથમાં આવતુ હોય છે.

સુત્રોએ કહ્યું કે છેલ્લી ભરતી સુધી વોક ઇન ઇન્‍ટરવ્‍યુ અને એક વર્ષનો પ્રોબેશન પીરીયડ સીલેકશન માટે રહેતો હતો પણ આ વખતે આટલા બધા ઉમેદવારોના કારણે શૈક્ષણિક લાયકાત સરકારી ભરતી કરતા વધારે રાખવાનું દબાણ ઉભુ થયુ છે. એટલુ જ નહી પરંતુ ફાઇનલ ઉમેદવારો નક્કી કરવા માટે લેખીત પરિક્ષા અને ઇન્‍ટરવ્‍યુ એમ બે તબક્કાઓ રાખવા પડયા છે.

(11:24 am IST)