Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે : કચ્છમાં કોલ્ડવેવની આગાહી

અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી અને સુરેંદ્રનગર સહિત અનેક વિસ્તારમાં ઠંડીનો ચમકારો રહેશે

 

અમદાવાદ: ગુજરાતમાં ફરી વખત ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં ફરી એકવાર લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી અને સુરેંદ્રનગર સહિત અનેક વિસ્તારમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.

ગુજરાતમાં ફેબ્રુઆરીની શરૂઆતમા ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 24 કલાક માટે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, સુરત અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહીતના શહેરોમાં ઠંડીનો ચમકારો યથવાત રહેશે.

ગુજરાતમાં ફેબ્રુઆરીથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે. અમદાવાદ શહેરની ઠંડીમાં વધારો થશે. અમદાવાદ શહેરમાં 12 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.

(11:54 pm IST)