Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

નવસારીમાં એસટી બસ ચાલકે ફરી અકસ્માત સર્જ્યો : ધડાકાભેર દીવાલ સાથે અથડાઈ :એક બાઈક દબાયું

દીવાલ સાથે અથડાયેલી બસ જાહેરાતના પિલરને કારણે અટકી ગઈ :મોટી દુર્ઘટના ટળી

નવસારીમાં એસટી બસ ફરીવાર યમરાજ બનતા બચી ગઇ છે. એસ.ટી બસ ચાલકે ફરી એકવાર અકસ્માત સર્જયો હતો. બસ ચાલકે બસને ધડાકાભેર દીવાલમાં અથડાવી હતી. જો કે જાહેરાતના બોર્ડના પિલરને કારણે બસ અટકી રહી હતી.

 જો બસ પિલરમાં અટકી ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. બસ દ્વારા તૂટી પડાલી દીવાલ નીચે એક બાઇક દબાઈ ગઈ હતું. જો કે આ અકસ્માત બસની ખામીને કારણે થયો કે પછી ડ્રાઇવરની બેદરાકારીને કારણે થયો તે તપાસનો વિષય છે.

(10:10 pm IST)