Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ખેડા જિલ્લામાં અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

ખેડા: જિલ્લામાં સેવાલિયા, સૈયાંત અને નડિયાદ નજીક સર્જાયેલ અકસ્માતમાં ત્રણ જણાંને ઈજા થઈ હતી. બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ સેવાલિયામાં રહેતા જશભાઈ માધવભાઈ પટેલ ગત તા.૨૧--૧૯ના રોજ વહેલી સવારે સેવાલિયા-બાલાસિનોર રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્ષ આગળ ઉભા હતા. ત્યારે પૂરઝડપે આવેલ મોટર સાયકલ નં. જીજે-૦૭ બીડી- ૪૩૦૨ પાછળથી ટક્કર મારતા જશભાઈ પટેલ (ઉં..૮૨) ને પડી જતાં ડાબા પગે ઈજા થઈ હતી

અક્સ્માતનો બીજો બનાવ ડાકોર-મહુધા ટી પોઈન્ટ નજીક સર્જાયો હતો. જેમાં સૈયાંત સંતોષ નગરમાં રહેતા પ્રભાબેન ભગાભાઈ ચુનારા (ઉં..૨૫) ગત તા.૨૬--૧૯ના રોજ મહુધા ટી પોઈન્ટ ઉપર ઉભા હતા ત્યારે પૂરઝડપે હંકારી આવેલ અજાણ્યો ફોર વ્હીલરે અડફેટે લેતા પ્રભાબેન ચુનારાને શરીરે ઈજા થઈ હતી. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે અક્સ્માતના ત્રીજા બનાવમા માતર હરિકૃપા સોસાયટીમાં રહેતા રાજેશભાઈ મનહરભાઈ શાહ ગત તા.૨૯--૧૯ના રોજ મોટર સાયકલ નં. જીજે-૦૭ સીએચ-૧૩૪૪ હંકારી ડભાણ રોડ ઉપરથી જઈ રહ્યાં હતા ત્યારે જીઈબી નજીક પૂરઝડપે આવેલ કાર નં. જીજે-૦૭ બીઆર-૬૬૦૨એ મોટર સાયકલને ટક્કર મારતા રાજેશભાઈ શાહને જમણા હાથના ખભા ઉપર તથા કપાળમાં તેમજ ગળાના મણકામાં ઈજા થઈ હતી.

(5:08 pm IST)