Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

પાલડીમાં 115 ગેરકાયદે મકાનને નોટિસ ફટકારતા લોકોમાં ભયનો માહોલ

અમદાવાદ: શહેરના પાલડીમાં વિશ્વકુંજ વિસ્તારમાં આજે બપોરે શિવમંદિર તોડી પાડવાનો હુકમ કરનાર એસ્ટેટ વિભાગના અધિકારી રાજેશ જાદવે અગાઉ ૧૫૫ મકાનો ગેરકાયદે હોવાનું જણાવતી ૨૬૦/ અને ૨૬૦/ નોટિસ આપી છે. પરંતુ આજદિન સુધી મકાનોને આંચ આવવા દીધી નથી. પરિણામે અધિકારીએ માત્ર નોટિસ આપીને લોકોમાં ભય ફેલાવીને પોતાનું અંગત હિત સાધી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ગેરકાયદેસર બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે ૨૩મી ઓક્ટોબર ૨૦૧૧ની કટ ઑફ ડેટ નક્કી કરીને ગેરકાયદે બાંધકામો કરાયા હોવાનું બહાર આવ્યું છે. એક વોર્ડમાં આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામો એસ્ટેટ વિભાગના આડકતરાં સહયોગ વિના બંધાઈ શકે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

(5:05 pm IST)