Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

સુરતમાં ૯મી ફેબ્રુઆરીએ માતા-પિતા, પુત્ર-પુત્રી સાથે આખો પરિવાર પ્રવજયા અંગીકાર કરશે

અમદાવાદઃ સુરતમાં માતા-પિતા, પુત્ર-પુત્રી સાથેનો મહારાષ્ટ્રનો આખો પરિવાર એક સાથે દીક્ષા અંગિકાર કરશે. જૈન સંઘમાં ૯મીના રોજ ૪ દીક્ષા અને ૧૪મીના રોજ ૮ દીક્ષા લેવાશે.

આચાર્ય વિજયરશિમરત્નસૂરીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ભીવંડીમાં ટેકસ્ટાઇલનો વેપાર કરતા અને મૂળ રાજસ્થાન પેશુઆ ગામના વતની ૪૫ વર્ષીય રાકેશભાઇ, તેમના પત્ની સીમાબેન, ૨૧ વર્ષનો પુત્ર મીત અને ૧૯ વર્ષની પુત્રી શૈલી ૯ ફેબ્રુઆરીના રોજ ગુણરત્નસૂરીજીના શ્રી મુખેથી દીક્ષા લેશે. ૭ ફેબ્રુઆરીએ પ્રથમ દિવસે ગુરુભગવંતોનો મંગલ પ્રવેશ, વર્ષીદાન  શોભાયાત્રા, ભવ્ય વર્ષીદાન અને રાત્રિએ વિદાય સમારોહ યોજાશે. ૮ ફેબ્રુઆરીએ સવારે અભિષેક અને ત્રીજા દિવસે વહેલી સવારે દીક્ષા લેવાશે. આચાર્ય ગુણરત્નસૂરીશ્વરજીની નિશ્રામાં આ ૪૧૧થી ૪૧૪મી દીક્ષા થશે. ફેબ્રુઆરી માસમાં રેકોર્ડરૂપ ૭૦ દીક્ષા થશે. તે પૈકી સુરતમાં ૨૦ દીક્ષા લેવાશે. 

(1:37 pm IST)