Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ગાંધીનગર નજીક જમિયતપુરમાં જાહેરમાં જુગાર રમાડતા પાંચ ઈસમોને પોલીસે રંગેહાથે ઝડપ્યા

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં જુગારની પ્રવૃતિને ડામવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે શહેર નજીક આવેલા જમિયતપુરા ગામમાં રાત્રીના સમયે સ્ટ્રીટલાઈટના અજવાળામાં રમી જુગાર રમાડાઈ રહયો હોવાની બાતમીના આધારે અડાલજ પોલીસે દરોડો પાડીને પાંચ શખ્સોને પ૪ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા અને જુગારધારા હેઠળ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં આમ તો શ્રાવણ મહિનામાં જ જુગારની બદી વધુ જોવા મળે છે પરંતુ હાલમાં ઠેકઠેકાણે જુગારની પ્રવૃતિ વધી રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ સ્ટેશનો અને એજન્સીઓને જુગારની પ્રવૃતિને ડામવા માટે તાકીદ કરવામાં આવી છે. જેને અડાલજ પોલીસની ટીમના પીએસઆઈ એ.જી.એનુરકાર અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કોન્સ્ટે.સુરેન્દ્રસિંહ વિજયસિંહને બાતમી મળી હતી કે જમિયતપુરા ગામમાં જેહાજીના વાસની પાસે સ્ટ્રીટલાઈટના અજવાળામાં રમી જુગાર રમાડાઈ રહયો છે જે બાતમીના આધારે દરોડો પાડતાં રસિકભાઈ ભીખાભાઈ પટેલ, પ્રહલાદજી નાથાજી ઠાકોર, દિનેશજી જવાનજી ઠાકોર, ખોડાજી કાંતિજી ઠાકોર તમામ રહે દંતાલી અને વિનોદજી ગોપાળજી ઠાકોર રહે.જમિયતપુરાને રોકડ ૧૭૬૭૦, ચાર મોબાઈલ, બે બાઈક મળી કુલ ૫૪૯૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા અને તેમની સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

(5:07 pm IST)