Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

બોરોલ ગામે સ્પીડ બેકર મુકવા બાબતે લોકોનું ચક્કાજામ થતા તંત્રમાં દોડધામ

મોડાસા:મોડાસા -કપડવંજ હાઇવેના બોરોલ ગામે સ્પીડ બ્રેકર મુકવા બાબતે આજે ગ્રામજનોએ ચક્કાજામ કર્યું હતું. જેના કારણે તંત્રમાંદોડાામ મચી ગઇ હતી.જોકે તંત્રએ સ્પીડ બ્રેકર મુકવાની ખાત્રી આપી હતી.મોડાસા-કપડવંજ હાઈવે ઉપર દરરોજના અસંખ્ય વાહનોની અવર-જવર છે. જેમાં માલપુર હાઈવે ઉપર ટોલ ટેક્ષ વધુ આવવાના કારણે મોડાસા-કપડવંજ હાઈવે ઉપર પર પ્રાંતિય હેવી વાહનો ભારે પ્રમાણમાં પસાર થતા હોય છે. જેથી સ્થાનિક વાહનો ઉપરાંત આ વાહનો ના કારણે તમામ હાઈવે ઉપર ટ્રાફીક ની સમસ્યા દરરોજ વિકટ બનતી જાય છે. જેના કારણે અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં બને છે. તેમજ આજુ બાજુના ગામમાંથી આવતા બાળકો રોડ ક્રોસ કરવાથી તેમજ સાયકલ લઈ ને આવતા હોય તેવો પણ સાયકલ લઈ ને અવર-જવર કરે છે.
મોડાસા-કપડવંજ હાઈવે ઉપર આવતા તમામ ગામોના બાળકોની સુરક્ષા માટે જયાં હાઈવે ઉપર શાળાઓ આવેલી છે. ત્યાં સ્પીડ બ્રેકર મુકવા માટેની માંગણી કરવામાં આવેલી છે. જેમાં બોરોલ ગ્રામ પંચાયતના વિસ્તારના પ્રજાજનોએ મોડાસા-નડીયાદ હાઈવેની કચેરીને ૨૦૦૭ થી સ્પીડ બ્રેકર મુકવા માટે માંગણી કરી  હતી. છેલ્લે ૩-૧-૨૦૧૮ ના રોજ ૨૫ દિવસમાં સ્પીડ બ્રેકર મુકાવામાં નહી આવે તો તા.૩૧-૧-૨૦૧૮ ના રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવું બાયડ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, માર્ગ મકાન વિભાગની કચેરી, નડીયાદ ખાતે જણાવ્યું છે. આજ દિન સુધી આ કાર્યવાહી ન થતાં બોરોલ ખાતે ૧૦૦૦ થી ૧૫૦૦ પ્રજાજનો એકઠા થઈ રસ્તા રોકોનું કાર્યક્રમ હાથ ધરેલ આ ની જાણ તંત્ર સફાળુ જાગ્યું હતું.તાત્કાલીક મોડાસા-નડીયાદ હાઈવેના જવાબદારી અધિકારીઓ, પોલીસ સ્ટાફ હરકતમા આવેલ હતો ઘટના સ્થળે આવી સ્પીડ બ્રેકર બનાવવાની તાત્કાલીક ધોરણે ખાત્રી આપતાં આ આંદોલન સમેટાયું હતું.

(5:02 pm IST)