Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રાજપીપળા અને ગરુડેશ્વર પો.સ્ટે.ના દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસામાં ધકેલતી એલ.સી.બી. નર્મદા તથા ગરૂડેશ્વર પોલીસ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન અને સુચના મુજબ એ. એમ.પટલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપર વિઝન હેઠળ સી. એમ .ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી. નર્મદ તથા તેમના સ્ટાફ મારફતે વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરતા વિરૂધ્ધ ગરૂડેશ્વર તેમજ રાજપીપળા પો.સ્ટે .વિસ્તારમાં બે પ્રોહીબીશનના ગુના દાખલ થયા હતા જેમાં ભદ્રેશભાઇ ઉર્ફે કાલો નિકુલભાઇ તડવી (રહે,જુનાકોટ રાજપીપળા)ની વધતી પ્રવૃતી ડામવા અને અંકુશમાં લાવવા એ.એસ.વસાવા,પો.સ.ઇ. ગરૂડેશ્વર એ ગરૂડેશ્વર પો.સ્ટે . દ્વારા પાસા કેસ નં . ૦૨/૨૦૨૦ ના કામે  ભદ્રેશભાઇ ઉર્ફે કાલો નિકુલભાઇ તડવી  વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ,નર્મદાને મોકલવામાં આવેલ જે પાસા દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજુર કરતા તેના વિરૂધ્ધ પાસા હુકમ થતાં એલ.સી.બી પોલીસ સ્ટાફ મારફતે ડીટેઇન કરી આજરોજ પાસાના કામે સુરત મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

(11:57 pm IST)