Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રાજપીપળા આરબટેકરા,નવીનગરીના રહીશોની પાયાની સુવિધા નહિ સંતોષાતા પાલિકા ચૂંટણી બહિષ્કારની ચીમકી

વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં પાણી,રસ્તા,સફાઈ જેવી બાબતે કોઈજ ધ્યાન ન અપાતા સ્થાનિકો આગામી નગરપાલીકા ચુંટણીના બહિષ્કારના મુડમાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના ખાડે ગયેલા વહીવટથી અનેક વિસ્તારના લોકો હેરાન થઈ રહ્યા છે જેમાં વોર્ડ - નં -૫ આરબ ટેકરા નવી નગરી વિસ્તારના જાગૃત મહિલા સમરબાનું અલતાફ અહેમદ મકરાણી દ્વારા વારંવાર તંત્રને લેખિત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ વિસ્તારમાં પાણી,રસ્તા, સફાઈ જેવી પાયાની સુવિધાઓ બાબતે કોઈજ ધ્યાન ન અપાતા વોર્ડ નં.5 ના રહીશો દ્વારા આગામી પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સાથે સાથે લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ જો અમારી માંગણીઓ માંગ્યા મુજબ પુરી નહીં થાય તો આગામી આવનાર રાજપીપળા નગરપાલીકા વર્ષ -૨૦૨૧ ની સામાન્ય ચૂંટણીનું વોર્ડ નંબર -૫ ની ગલી - ગલીઓમાં બહિષ્કારના બેનરો લગાડવાની ફરજ પડશે એ બાબતે એક ગંભીર નોંધ લેવા ની ચીમકી પણ ઉચ્ચારી છે.

(11:55 pm IST)