Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રાજપીપળા ટાયગર ગ્રુપના યુવાનો દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને નાસ્તા,બિસ્કિટનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : એકવીસ મી સદી માં જ્યારે યુવાનો 31 ડિસેમ્બર પશ્ચિમી સંસ્ક્રુતિનું નવું વર્ષ પાર્ટી અને નશામા પસાર કરે છે ત્યારે રાજપીપળા ટાયગર ગ્રુપ,વાલ્મિકી ગ્રુપના ગૌરવશાળી યુવાનો એ જરૂરીયાતમંદ પરિવારોને નાસ્તો , બિસ્કિટ,નું વિતરણ કરી સૌને મેસેજ આપ્યો કે આપણી ભારતીય સંસ્કૃતિને સૌ કોઈ અપનાવે અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાનું બંધ કરી આપણા દેશમાં જ ઘણા એવા પરિવારો છે કે જેમને એક ટંક ભોજન માટે પણ ઝઝૂમવું પડે છે અને કેટલાક આર્થિક રીતે નબળા પરિવારો પાસે ભોજનની સાથે સાથે તન ઢાંકવા પૂરતા વસ્ત્રો પણ નથી હોતા તેવા સમયે જન સેવા કરી આવા જરૂરીયાતમંદ લોકોને યથાશક્તિ જરૂરી વસ્તુઓ આપી ફાલતુ ખર્ચ ન કરી આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ એક બીજાને મદદરૂપ થવા આગળ આવવું જોઈએ.

(11:54 pm IST)