Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ડેડીયાપાડા તાલુકાના પાનખલ્લા (શીશા) ગામમાં બાળ લગ્ન કરાવનાર 6 વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પાનખલ્લા (શિશા) ગામમાં બાળ લગ્ન કરાવી એકબીજાને મદદગારી કરનારા નરેંદ્રસિંહ ખિજલીયાભાઇ વસાવા,ખિજલીયાભાઇ દામરાભાઇ વસાવા,રામીબેન ખીજલીયાભાઇ વસાવા, પારતાભાઇ ભાંગાભાઇ વસાવા જાગીબેન પારતાભાઇ વસવા અને પારસિંગભાઇ પાકરીયાભાઇ વસાવા વિરુદ્ધ નર્મદા જિલ્લા બાળ નિયંત્રણ અધિકારી સુનિલભાઈ રાઠોડ એ ફરિયાદ અપાતા ડેડીયાપાડા પોલીસે 6 વિરુદ્ધ બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૬ મુજબ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:50 pm IST)